દહેગામ :જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, મેળામાં ઉમટ્યું માનવમહેરામણ

દહેગામ તાલુકામા જન્માષ્ટમી પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામા આવી હતી. અને નાના ભુલકાઓ, યુવક અને યુવતીઓ મેળામા જઈને ખુબ આનંદ અને ઉલ્લાસ પુર્વક આ પર્વને મનાવવામાં આવે છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેર આજે જન્માષ્ટમીના શુભ પર્વ નિમિતે શીવ મંદીરો અને રામજી મંદીરમાં ભગવાન કૃષ્ણના આજે જન્મદિવસે પુજા અર્ચના કરીને ભક્તિમય માહોલમાં આજના આ પાવન પર્વની ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવી હતી. દહેગામ તાલુકાના કડાદરા, વાસણા રાઠોડ, નીલકંઠ મહાદેવ, કંથારપુરાનો વડ જેવા ધાર્મિક મંદીરોમા મેળાઓ ભરાય છે. તેમા યુવાનો, યુવતીઓ અને બાળકો ખુબ જ ઉમળકાભેર મેળામાં જઈને ચગડોરમાં બેસીને મેળાની સુંદર મજા બાળકો માણી રહ્યા છે.

જન્માષ્ટમીના દીવસે કથા, પાઠપુજા અને ભજન મંડળીઓની રમઝટ જામેલી દ્રષ્ટિગોચર થાય છે. આમ આજે શ્રાવણ માસમા ભગવાન શ્રી ક્રુષ્ણના જન્મ દીવસે રાત્રીના સમયે તાલુકાના તમામ મંદીરોમાં રાત્રે બાર વાગે ભગવાનના જન્મની ઉજવણી થાય છે. અને રાત્રીના સમયે તમામ મંદીરોમા ભજન મંડળીઓની રમઝટ ચાલે છે. આમ જનમાષ્ટમીના શુભ પર્વ નિમિતે ભગવાનના જન્મ દીવસે ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ઠેર ઠેર ઉજવણી કરવામા આવી રહી છે.

પ્રતિનિધિ: અગરસિંહ ચૌહાણ,દહેગામ.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી