દહેગામ : રામાપીરના રથ અને ધજા સાથે પગપાળા સંઘ

દહેગામ તાલુકાના લાખાજીના મુવાડાના આજુબાજુના ગામોના ભાવી ભક્તો શ્રાવણ માસમાં છેલ્લા ૨૫ વર્ષથી રામાપીરનો રથ અને હાથમા ધજા લઈને પગપાળા સંઘ દ્વારા રણુજા જાય છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ લાખાજીના મુવાડાના ૫૦ જેટલા યુવાનો શ્રાવણ માસમા છેલ્લા ૨૫ વર્ષથી રામદેવપીર ભગવાન ઉપર અતુટ શ્રદ્ધા રાખીને સૌ ભેગા મળી પગપાળા સંઘ દ્વારા રામાપીરનો રથ અને ધજા લઈને રણુજા જાય છે.

આજુબાજુના ગામો જેવા કે સુજાના મુવાડા, પનાના મુવાડા, જેસાના મુવાડા, જીવરાજના મુવાડાના ગ્રામજનો ભેગા મળી આ સર્વ ભાવી ભક્તોને ગામની ભાગોળ સુધી વાજતે ગાજતે સન્માનીત કરીને તેમની વિદાય કરવામા આવી હતી. અને ભગવાન રામાપીર ઉપર આ ભક્તોને સાચી શ્રદ્ધા હોવાથી તેમના સકલ મનોરથ પુરા થતા હોવાથી છેલ્લા ૨૫ વર્ષથી શ્રાવણ માસમા રણુજા જઈને રામાપીરના દર્શન કરીને ૧૫ દીવસે પરત આવતા હોય છે આ ભક્તોને રામાપીર પ્રત્યે પુરે પુરી શ્રદ્ધા હોવાથી તેઓ આ કાર્ય કરે છે.

( અગરસિંહ ચૌહાણ – પ્રતિનિધિ )

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી