દહેગામઃ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કુલ ખાતે એસેસ્મેન્ટ કેમ્પનું આયોજન

દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કુલ ખાતે દિવ્યાંગજન વિધવા સહાય અને સાધન સહાય  એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો હતો.

સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત સરકાર તથા ભારતીય કુત્રિમ અંગ નિર્માણ નિગમ કાનપુર તથા જિલ્લા વહીવટી તંત્ર તથા ગાંધીનગરના સયુક્ત ઉપક્રમે તારીખ ૧૮/૭/૨૦૧૯ થી તારીખ ૩/૮/૨૦૧૯ સુધી ગાંધીનગર જિલ્લાના પંદર જેટલા સ્થળોએ આ કેમ્પોનુ આયોજન કરવામા આવ્યુ છે.

તેમા દહેગામ ખાતે આવેલ મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે, જિલ્લા પ્રાંત અધિકારી વીરલબેન, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચ.એલ રાઠોડ અને નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન અને સરકારી ડોક્ટરો તેમજ તાલુકાના દિવ્યાંગ તેમજ વયોવુદ્ધ અરજદારો મોટી સંખ્યામા હાજર રહેવા પામ્યા હતા. તેમા ટાઈસીકલ, વ્હીલચેર, કાખઘોડી, કાનનુ મશીન, બ્લાઈન્ડ ફોલ્ડીંગ સ્ટીક, ચશ્મા, વોકર જેવા વસ્તુઓ લાભાર્થીઓએ ઓનલાઈન ઉપર ચકાસણી કર્યા બાદ પોતાની ગુણવત્તા અનુસાર ઉપરોક્ત વસ્તુઓનો લાભ લાભાર્થીઓને મળશે.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી