દહેગામઃ બ્રહ્મકુમારી દ્રારા ઓમ શાંતિ રક્ષાબંધન પર્વની ઉજવણી

ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં બ્રહ્મકુમારી વિદ્યાલય ઓમ શાંતિ ભવન દ્વારા દહેગામ તાલુકાના હરસોલી , વાસણા રાઠોડ, બહિયલ, ઝાક, જલુંદ્રા, પાલૈયા, સાંપા જેવા ગામડાઓમાં તથા સરકારી કચેરીઓ જેવી કે પોલીસ સ્ટેશન ,મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ શાળા કોલેજોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

ભાઇચારાની ભાવના, હેલ્થ રક્ષા, વ્યસન મુક્તી, આદર્શ સ્વભાવની જીવનશૈલી પર ગામડાઓ અને શહેરોમાં ફરીને એકતાની ભાવના સંપાદન કરી સારા સંબંધો સ્થાપિત કરી ભાઇ-બેનના પ્રતિક ગણાતો આ તહેવાર રક્ષાબંધનના શુભ દિવસે ધામધુમ પૂર્વક ઉજવવામાં આવે છે.ત્યારે દહેગામ તાલુકાના બ્રહ્મકુમારી વિદ્યાલયના જયશ્રીબેન જેઓ છેલ્લા ૩૫ વર્ષથી આ સંસ્થાના સંચાલક છે.તેઓ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી