ગાંધીનગર જિલ્લાના ગોરવંટાની સીમમાં ડભોડા પોલીસે શ્રાવણ માસમાં જુગાર રમતા ૩૩ ઈસમોને પકડી પાડી તેમની પાસેથી રૂપીયા ૧૦.૨૩.૯૦૦ મુદ્દામાલ પકડી પાડ્યો. ૩૩ જુગારીયોની ધરપકડ કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં આવેલ ડભોડા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ.કામગીરી સારી હોવાના કારણે અવાર નવાર જુગાર અને ઈંગલીશ દારૂ પકડી પાડી ડભોડા પોલીસ સ્ટેશનનું નામ મોખરાનું બનાવ્યું છે. ત્યારે આજે ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને તેમનો સ્ટાફ ગોરવંટા ગામની સીમમમાં આવેલ ફાર્મ હાઉસ ઉપરથી શ્રાવણ માસમાં જુગાર રમતા ૩૩ જેટલા જુગારીયાઓને પકડી પાડીને તેમની પાસેથી મોબાઈલ નંગ ૩૨ અને રીક્ષા, બાઈક, એક્ટીવા, ઈનોવા ગાડી સાથે જુદા જુદા વાહનો પણ કબ્જે કરી રોકડ રકમ સહીત કુલ રૂ. ૧૦.૨૩.૯૦૦ નો મુદ્દામાલ ડભોડા પોલીસે જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રતિનિધિ: અગરસિંહ ચૌહાણ, દહેગામ.
31 , 1