દહેગામ: ઝાક ગામેથી ઈંગલીશ દારૂ ઝડ્પાયો

દહેગામ તાલુકાના ઝાક ગામેથી બીયરની બોટલ નંગ ૪૮ અને રીક્ષા સાથે પોલીસે રૂપિયા ૧.૦૫.૩૦૦નો મુદ્દામાલ ઝડ્પી પાડ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ ઝાક ગામે પોલીસ પેટ્રોલીંગના હતી ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઝાક વહેલાલ રોડ ઉપર એક સીએનજી રીક્ષા  દારૂ ભરીને પસાર થવાની છે. તેથી પોલીસ ઘટના સ્થળે જઈને ઉભી હતી તેવા સમયે બાતમી હકીકત વાળી રીક્ષા પસાર થતા આ રીક્ષાને પોલીસે ઉભી રખાવી અને આ રીક્ષાની તપાસ કરતા અંદરથી બીયરની બોટલ નંગ ૪૮ મળી આવી હતી અને તેની કીમત ૪૮૦૦ થવા પામી હતી. પોલીસે સંદીપ ગોવીંદભાઈ મીસ્ત્રી અને ઈસમ રમેશજી કાળાજીની ધરપકડ કરી ઈંગલીશ દારૂની બોટલો, મોબાઈલ ફોન, રીક્ષા સહીતની કીમત રૂપીયા ૧.૦૫.૩૦૦ નો મુદ્દામાલ પકડી કાયદેસરની ઘટની કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

 53 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી