દહેગામ:જાસપુરની પરણીત મહિલાએ કેનાલમાં કર્યો આપઘાત

જાસપુર નર્મદા કેનાલમા કલોલની એક પરણીત યુવતીએ મામાના ઘેર મોટી થઈ હતી. પરંતુ પૈસાની ખેચતાણને લીધે જાસપુર કેનાલમાં છલાંગ લગાવીને કર્યો આપઘાત કર્યો હતો.ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલમા અવાર નવાર નીર્દોષ લોકો પડીને પોતાની અમુલ્ય જીંદગી વેડફી નાખે છે. હજી રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમા એક યુવકની શાહી સુકાઈ નથી ત્યા ફરી આજે ગાંધીનગર જિલ્લાના જાસપુર પાસે આવેલી નર્મદા કેનાલમા કલોલની એક યુવતી નામે વૈશાલી ઠાકોર તેના લગ્ન થયા હતા. તેના પરીવારમા એક પુત્ર અને એક પુત્રી છે.

પરંતુ, છેલ્લા ઘણા સમયથી મામાના ઘરે રહેતી હોવાથી પૈસાની ખેચમતાણ ચાલતી હોવાથી તે આ જીવનથી કંટાડી જવા પામી હતી તેથી કોઈ અગમ્ય કારણોસર તેને નર્મદા કેનાલમા છલાંગ લગાવીને મોતને વ્હાલુ કર્યુ હતુ. ત્યારે દહેગામ તાલુકાના બહીયલ ગામના કાલુભાઈ ખલીફાની તરવૈયા ટીમે આ યુવતીને ભારે જહેમત બાદ આજે બપોરે નર્મદા કેનાલમાંથી તેની લાશને બહાર કાઢી હતી. અને આ બનાવની જાણ તેના પરીવારજનો, સાસરી પક્ષ, મોસાળ પક્ષના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ વૈશાલીએ નર્મદા કેનાલમાં આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ હતુ પરંતુ, તેના બે સંતાનો મા વીના ના બની જતા ભારે દુખની લાગણી પ્રવતી રહી છે.

પ્રતિનિધિ : અગરસિંહ ચૌહાણ, દહેગામ.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી