દહેગામ: નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા શાકમાર્કેટમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાના દ્વારા શાકમાર્કેચ મુખ્ય માર્ગો પર રહેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સતત વધતા દબાણને કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. શાકમાર્કેટના માર્ગો ઉપર લારીઓ વાળા મુખ્ય માર્ગોને ઢોકી દઈ આ માર્ગ ઉપર દબાણ વધારી દીધુ હતુ.

બિંદાસપણે દાદાગીરીથી લારીઓ ઉભી રાખતા તેવી શાકમાર્કેટમા લોકોની ફરીયાદો દીન પ્રતિદીન વધી જવા પામી હતી તેમજ આ શાકમાર્કેટ આગળ રાહદારીઓને નીકળવા માટે ભારે તકલીફો પડતી હતી. તેથી નગરપાલિકા કચેરીના અધિકારીઓ, મામાલતદાર કચેરીના અધિકારીઓ અને સીટી સર્વે તથા પોલીસ તંત્ર અને જીસીબી મસીન, ટ્રેકટર સાથે શાકમાર્કેટના ટ્રાફીકને લગતા અડચણ રૂપ દબાણો આજે દુર કરવામા આવ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી