ગાંધીનગર જિલ્લાના દહેગામથી ૨ કીલોમીટરના અંતરે નીલકંઠ મહાદેવનુ ૧ હજાર વર્ષ પુરાણુ ભગવાન શીવનુ મંદીર ખ્યાતી પામેલુ છે. અને શ્રાવણ માસની જન્માષ્ટમી દીવસે અને શિવરાત્રીના દીવસે આ નીલકંઠ મહાદેવે મોટો મેળો ભરાય છે. શ્રાવણ માસમમાં દહેગામ શહેરના અને આજુબાજુના ભાવી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન શીવના દર્શન કરવા માટે ભારે ભીડ જામે છે. દરરોજના ૫૦૦થી વધુ શીવ ભક્તો ભગવાનના દર્શન કરીને તેમની ધન્યતા અનુભવે છે. આ મંદીરની દંતકથા એવી છે કે, આ મંદીર ૧ હજાર વર્ષ પુરાણુ છે. અહીયા મંદીરની બાજુના ભાગમા ઉમરાનુ વર્ષો પુરાણુ આવેલ છે. અને આ વૃક્ષની બાજુમા જ ખબરખચ ગીરી મહારાજની સમાધી આવેલી છે. અને આ સમાધી તેઓ જીવીત હતા ત્યારે આપવામા આવી હતી. તથા ભગવાન નીલકંઠ મહાદેવના મંદીરમા એક નાનુ ભોયરૂ આવેલુ છે.
આ ભોયડુ આજથી વર્ષો પહેલા કહેવાય છે કે આ ભોયરું છેક ઉંટકેશ્વર મહાદેવ નીકળતુ હતુ. અને એ સમયના બ્રાહ્મણો ખભે કાવડ લઈને આ ભોયડામા થઈને ઉંટકેશ્વર મહાદેવ જતા હતા અને ત્યાંથી કાવડ મારફતે પાણી ભરી લાવીને આ નીલકંઠ મહાદેવના મંદીરમાં પાણીનો અભિષેક કરવામા આવતો હતો. અને તે સમયના ઋષી મુનીઓ ભગવાનની સાચી શ્રદ્ધા સાથે આરાધના કરતા હતા. અને આ કુવીમાંથી એ સમયના બ્રાહ્મણો અને ઋષી મુનીઓ કુવીમાંથી પાણી ભરી લાવીને બગીચામા આ પાણીનો ઉપયોગ થતો હતો.
આ નીલકંઠ માહાદેવની આજથી સાત પેઢીથી ગોસ્વામી પરીવાર નીલકંઠ મહાદેવની સેવા કરે છે.અને અહીયા ભગવાન શીવના મંદીર સાથે રામજી મંદીર અને એક આશ્રમ આવેલ છે તેમજ લગ્નવાડી પણ આવેલ છે. અને આ નીલકંઠ મહાદેવની જગ્યા લાંબી અને વિશાળ હોવાથી ભાવિ ભક્તોને આરામ કરી શકાય તેવી સુવીધાઓ પણ અહીયા ઉપલબ્ધ છે. તેમજ શીવરાત્રી અને જનમાષ્ટની દીવસે જય ભોલે સેવા સમીતી દ્વારા મહાપ્રસાદનુ આયોજન કરવામા આવે છે. અને આ બંને પવિત્ર તહેવારોમમાં વિશાળ સંખ્યામા ભાવી ભક્તો ઉમટી પડે છે. અને અહીયા મોટો મેળો ભરાય છે પરંતુ સરકાર આ મંદીરને પર્યટનધામ તરીકે વિકાસ કરે તેવી દહેગામ શહેર અને તાલુકાની જનતાની ઉગ્ર માંગ થવા પામી છે. આ નીલકંઠ મહાદેવે દરરોજના ૨૦૦ થી ૪૦૦ જેટલા દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે. સવારમાં “હર હર મહાદેવ “ના નાદથી આ મંદીર ગુંજી ઉઠે છે.
પ્રતિનિધિ: અગરસિંહચૌહાણ, દહેગામ.
53 , 1