દહેગામ : પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે વધી દારૂની હેરા ફેરી, પોલીસ સખ્ત

ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પંચાયતોની ચૂંટણીના માહોલ વચ્ચે દહેગામ પોલીસે કડજોદરાથી દેવકણના મુવાડા ખાતેથી ફિલ્મી ઢબે પીછો કરીને દારૂ ભરેલી કારને ઝડપી પાડી છે. દહેગામ ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતા વચ્ચે ગઈકાલે ગુરૂવારે દહેગામ પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડ દ્વારા કડજોદરાથી દેવકણના મુવાડા ખાતેથી ફિલ્મી ઢબે પીછો કરી ઈકો કારમાંથી વિદેશી દારૂની 386 નંગ બોટલ તેમજ કાર મળીને રૂ. 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, અંધારાનો લાભ લઈ ડ્રાઇવર નાસી જવામાં સફળ રહ્યો હતો.

આગામી 19 મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે દહેગામ પોલીસ દ્વારા આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે પેટ્રોલીંગ શરૂ કરી દેવાયું છે. જે અન્વયે સર્વેલન્સ સ્કવોર્ડની ટીમને બાતમી મળી હતી કે, જે સિલ્વર કલરની ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરફેર થવાની છે. જે આધારે ટીમનો સ્ટાફ દેવકરણ મુવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઈ ગયા હતા.

રાત્રીના અંધકારમાં ઘણી રાહ જોયા પછી બાતમી મુજબની ગાડી દૂરથી દેખાતા ટોર્ચનાં અજવાળે તેને નજીક આવવા દઈ ડ્રાઇવરને ગાડી ઉભી રાખી દેવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ડ્રાઈવરે પોલીસને જોઈ ગાડી પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી. આથી પોલીસે ઈકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો શરૂ કરી દીધો હતો. ત્યારે ગૂંદીયાની મુવાડી તરફ રોડ પર ઈકો ગાડી મૂકીને ડ્રાઇવર અંધારામાં ફરાર થઈ ગયો હતો.

આ દરમિયાન પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી સાત પેટી ભરીને વિદેશી દારૂની કવાર્ટર નંગ 336 તેમજ સીટ નીચેથી પણ બીજા છૂટક કવાર્ટર મળીને કુલ 386 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે દહેગામ પોલીસે દારૂનો જથ્થો તેમજ ઈકો કાર મળીને કુલ રૂ. 2.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી