સાણંદની ભૂલી પડેલી યુવતીને દહેગામ પોલીસે પરિવારને પરત સોંપી

સરખેજ ખાતેથી નોકરીથી પરત ઘરે જતા બીજી બસમાં બેસતા યુવતી ભૂલથી દહેગામ આવી પહોંચી હતી

દહેગામ નહેરૂ ચોકડી ખાતેથી સાણંદની ભૂલી પડેલી યુવતીને પોલીસે વાલીવારસો શોધી પરિવારને પરત સોપી સરાહનિય કામગીરી કરી હતી. સરખેજ બસ સ્ટેન્ડથી બીજી બસમાં બેસતા યુવતી દહેગામ ખાતે આવી પહોંચી હતી. ત્યારે નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ભૂલી પડેલી આ યુવતી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પૂછપરછ કરતા યુવતીએ પોતાનું નામ પાયલબેન મંગળાભાઇ વાગડીયા (ઉ.વ 20, રહે. સાણંદ, નરોડીયા વાસ, તા.સાણંદ, જી.અમદાવાદ, મુળ રહેવાસી- રાઠડા ગામ. તા-કડાણાં, જી.મહિસાગર ) બતાવ્યું હતું.

વિગત મુજબ, મહિલા કંપનીમાંથી નોકરી ઉપરથી બસમાં ઘરે જતાં સરખેજ બસ સ્ટેન્ડથી બીજી બસમાં બેસતા અતિ થાકના કારણે સુઇ જતાં દહેગામ ખાતે ઉતરી હતી. ત્યારે દહેગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.પરમાર તેમજ તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નહેરૂ ચોકડી પાસેથી ભૂલી પડેલી આ યુવતી બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૂળ મહિસાગરની રહેવાશી યુવતી હાલ સાણંદ ખાતે નરોડીયા વાસમાં રહેતી હોવાનું જણાવતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પરિવારના મોબાઇલ નંબર ઉપર આ છોકરીના ફોટા મોકલતા, પરિવારજનોએ તેમની દીકરી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવતીના ભાઇ સાથે મિલાપ કરાવી વાલીવારસો પરત સોપ્યો હતો.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી