દહેગામ : તાલુકા પંચાયત ખાતે નવા નિમણુક પામેલા ટીડીઓનો સત્કાર સમારંભ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે નવા નીમણુક પામેલા તાલુકા વિકાસ અધિકારી કુમારી રૂબીસિંગ રાજપૂત બાયડ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવી તેમની બદલી દહેગામ તાલુકા પંચાયત ટીડીઓ તરીકે થતા તેમને ફુલહાર અને શાલ ઓઢાડી તાલુકાના સરપંચોએ અને તલાટીઓએ સન્માન કર્યુ હતુ. અને છેલ્લા પાંચ માસથી દહેગામ તાલુકા પંચાયતમા પ્રસંસનીય કામગીરી કરતા તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરીની બદલી ઈડર ખાતે થતા તાલુકાના સરપંચો, તલાટીઓએ ફુલહાર પહેરાવી અને સન્માનીત કરી તેમનુ ખુબ જ હ્રદય ભાવનાથી તેમની વિદાયની પર્વમા ભારે દુખ વ્યક્ત થવા પામ્યુ હતુ.

આ પ્રસંગને અનુરૂપ દહેગામના સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ આ બંને તાલુકા વિકાસ અધિકારીઓને સન્માનીત કરવા માટે હાજર રહ્યા હતા. અને આ બંનેને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યુ હતુ. આમ આજના આ કાર્યક્રમમા દહેગામ તાલુકાના સરપંચોના પ્રમુખ એવા સુહાગભાઈ પટેલ પ્રાસંગીક પ્રવચન આપીને વિદાયની વસ્મી વેરાની ધારદાર રજુઆત કરી હતી. અને આ પ્રસંગોપાત દહેગામ તાલુકાના સરપંચો, તલાટીઓ અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. અને છેલ્લા પાંચ માસથી દહેગામ તાલુકા પંચાયત ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી કે કે ચૌધરીની કામગીરી સૌએ બિરદાવી હતી હતી. .

આજે દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે તલાટીઓ અને સરપંચોને બેસવાની પણ જગ્યા ન હતી તેટલી ખીચોખીચ માનવ મેદની ઉમટી પડી હતી. દહેગામ તાલુકા પંચાયત હોલ ખાતે વિદાય થઈ રહેલા તાલુકા વિકાસ અધિકારીની વિદાય આપવા માટે મોટી સંખ્યામા તાલુકાના સરપંચો ઉમટી પડ્યા હતા.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી