દહેગામ:૧૪ ફુટ લાંબો અજગર જોતા લોકોના હોશ કોશ ઉડી ગયા….

દહેગામ તાલુકાના બારડોલી (બારીયા) પાસે આવેલ બીલેશ્વર મહાદેવના મંદીરની પાછળ એક બાવળના ઝાડ ઉપર વિશાળ કાય ૧૪ ફુટ જેટલો લાંબો અજગર દર્શનાર્થીઓના નજરે પડતા તેને જોઈને લોકોના હોશ પણ ઉડી ગયા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલ બારડોલી (બારીયા) ગામે આવેલ બીલેશ્વર મહાદેવના મંદીરમાં શ્રાવણ માસના સોમવારના દીવસે ગામના કેટલાક શિવ ભક્તો ભગવાન ભોળાનાથના મંદીરે દર્શનાર્થે આવ્યા હતા, ત્યારે અચાનક બીલેશ્વર મહાદેવ પાછળ જતા એક બાવળના ઝાડ ઉપર વીશાળ કાય ૧૪ ફુટ લાંબો અજગર અચાનક નજરે પડી જતા, આ વાત ગામમાં વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો દોડતા ઘટના સ્થળે પહોચીગયા હતા. અને આ બાબતે ગ્રામજનોએ આતરસુંબા વનવિભાગ કચેરી જાણ કરતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચીગયા હતા, ત્યારબાદ લોકેએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અજગર ૧૪ ફુટ લાંબો હતો. વન વિભાગે અજગરને કોથડામાં પુરીને દેવકરણના મુવાડાના જંગલ તેને છોડી મુકવામાં આવ્યો હતો.આ બનાવ બનતા બીલેશ્વર મહાદેવ ખાતે આ કુતુહલ જોવા માટે લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા.

પ્રતિનિધિ: અગરસિંહ ચૌહાણ, દહેગામ.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી