દહેગામઃ મેશ્વો નદીમાં ન્હાવા પડેલા બે માસુમ બાળકો ડૂબ્યા..

દહેગામ તાલુકાના લાખાના મુવાડા અને લીહોડા પાસે આવેલી મેશ્વો નદીમા બે માસુમ બાળકો ન્હાવા પડતા ઓચિંતુ મેશ્વો નદીમા પાણી આવી જતા બંને બાળકો પાણીમાં ઘરકાવ થયા હતાં.

લાખાના મુવાડા પાસે આવેલી પેપર મીલ્સમા બહારના મજુરો આ મીલમા નોકરી કરતા હતા ત્યારે તેના નાના બે માસુમ બાળકો આ પેપર મીલ્સ પાસે આવેલી મેશ્વો નદીમા ન્હાવા પડ્યા હતા.મેશ્વો નદીમા આ બંને માસુમ બાળકો ન્હાવા પડતા ઉપરવાસમા વરસાદ વધારે પડતા ઓચિંતુ મેશ્વો નદીમા પુર આવી જતા આ બંને બાળકોમા તણાયા આવ્યા હતાં.

આ બનાવના પગલે લીહોડા અને લાખાના મુવાડાના ગ્રામજનો ઘટના સ્થળે દોડતા આવી ગયા હતાં પરંતુ આ માસુમ બાળકોનો કોઈ પત્તો મળ્યો નથી. લાખાનાં મુવાડાના સરપંચે મામલતદાર અને રખિયાલ પોલીસને જાણ કરતા પીએસ આઈ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

આ બંને માસુમ બાળકોમાંથી એકનુ નામ છે આશાબેન ઉમર ૭ વર્ષ અને બીજાનુ નામ છે વિપુલકુમાર રાઠવા આ બંને માસુમ બાળકો મધ્યપ્રદેશના ઉદર ગામના છે.

( પ્રતિનિધિ- અગરસિંહ ચૌહાણ દહેગામ )

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી