દહેગામનો અંશ એશિયા કપમાં અંડર-19 ટીમમાં થયો સિલેક્ટ

યુએઇના એશિયા કપમાં ભારત અંડર-19 ટીમમાં પસંદગી

દહેગામ તાલુકાના જાલીયા મઠ ગામના વતની અને શિક્ષક પિતાના પુત્ર અંશે યુએઇ ખાતે યોજનારા એશિયા કપ માટે અંડર-19ની ટીમમાં સ્થાન મેલવ્યું છે. અંડર-14માં તથા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અંશ સ્કૂલ ક્રિકેટમાં ભાવનગર ક્રિકેટ એસોસિએશન તરફથી પણ રમે છે.

એશિયા કરમાં તેની પસંદગીના પગલે દહેગામ તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે. અંશ ગોસાઇ સ્કૂલ ક્રિકેટમાં પણ નોંધપાત્ર યોગદાન આપી તૂક્યો છે.

રાઇટ હેન્ડેડ બેટ્સમેન અંશ સ્કૂલ ક્રિકેટમાં ભાવનગર ક્રિકેટ એસોસિએશન તરફથી રમે છે. અગાઉ અંડર-14માં તેણે મહારાષ્ટ્ર સામે બેવડી સદી ફટકારી હતી. મર્ચન્ટ ટ્રોફીમાં અંડર-16 ટીમમાં બરોડાની ટીમ સામે 136 રન ફટકાર્યા હતા. વિનું માંકડ ટ્રોફી અંડર-19માં તેણે 58 બોલમાં 93 રન કર્યા હતા. ચેલેન્જર ટ્રોફિ અંડર-19માં સી ટીની સામે 108 રન, ડી ટીમની સામે 98 રન ફટકાર્યા હતા.

બાંગ્લાદેશ સામેની ટ્રાઇ સિરિઝમાં 84 બોલમાં 91 રન બનાવ્યા હતા. અંડર-19 ટીમમાં તેના સિલેક્શનના પગલે દહેગામ તાલુકામાં યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધ્યો છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી