દહેગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય અને પરીવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ દ્વારા ૫૦ બેડની સુવિધાયુક્ત હોસ્પિટલની મંજુરી આપવામા આવી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેંદ્રમા નવી હોસ્પિટલ બનાવવા માટે અને છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમા પુરતી સુવિધા નહી હોવાથી અકસ્માતના દર્દીઓને ગાંધીનગર અથવા અમદાવાદ સિવિલમાં લઈ જવામા આવતા હતા. આ બંને હોસ્પિટલમાં જતા દહેગામ થી ૩૦કી.મીનું અંતર હોવાથી કેટલાક દર્દીઓ મોતને ભેટી પડતા હતા. તેવા ન્યુઝ આપણી ટીવી ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યા હતા.અનુસંધાનમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની સરકારમાં રજુઆતને ધ્યાનમા લઈ સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા હવે ૫૦ બ્રેડની આધુનીક સુવિધા યુક્ત હોસ્પિટલ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામા આવી છે.
દહેગામ તાલુકા અને શહેરના દર્દીઓને જે ભારે હાલાકી પડતી હતી તેમાંથી છુટકારો મળશે. ૫૦ બેડની મંજુરીના પગલે તાલુકા અને શહેરના પ્રજાજનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે. પરંતુ હાલમાં દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્રના મુખ્ય ડોક્ટર દર્દીઓને પુરતા પ્રમાણમાં સુવિધા આપી શકતા નથી. પ્રાપ્ત માહિતી મુજબ, આ ડોક્ટર દવાખાનાના કર્મચારીઓને જાહેરમાં ધમકાવે છે, તેમનું અપમાન કરે છે. તેવી લોકચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે. અને આ દવાખાનામાં તાલુકાના દર્દીઓ દવાઓ લેવા જાય છે, ત્યારે સ્થાનિક દવા આપતા કર્મચારી સાથે દર્દીઓને અવારનવાર ઘર્ષણો થતા જોવા મળે છે. અને કહેવાય છે કે દર્દીઓને દવા આપતા આ કર્મચારી સવારે નીયત સમય મુજબ હાજરી આપતા નથી તેવી લોકચર્ચાઓ વધી જવા પામી છે.સરકારઅને સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો આ હોસ્પિટલ માટે સારી મહેનત કરીને ૫૦ બેડની હોસ્પિટલ બનાવવાની મંજુરી લાવી દીધી. પરંતુ, આ સરકારી દવાખાનાના મુખ્ય ડોક્ટરના ઉગ્ર સ્વભાવ સામે તાલુકાની જનતામાં ભારે વિરોધ થવા પામ્યો છે.
પ્રતિનિધિ: અગરસિંહ ચૌહાણ, દહેગામ.
42 , 1