દાહોદનો કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો

રતલામ પોલીસે સાઇકો કિલરને માર્યો, એન્કાઉન્ટરમાં 5 પોલીસકર્મી પણ ઘાયલ થયા

મૂળ દાહોદનો કુખ્યાત સાયકો કિલર દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસે ઠાર કર્યો છે. રતલામમાં સાયકો કિલરનું એન્કાઉન્ટક કરવામાં આવ્યું છે. આ દરમિયાન પાંચ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. કુખ્યાત દિલીપ દેવળ દહોદમાંથી પેરોલ પર ફરાર થયો હતો. છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો સાયકો કિલર રતલામમાં રહેતો હતો. દાહોદમાં બે લોકોની હત્યાના કેસમાં આજીવનની કેદની સજા ભોગવી રહ્યો હતો.

પોલીસનું કહેવું છે કે એક અઠવાડિયા પહેલા રાજીવનગરમાં ટ્રિપલ હત્યામાં સામેલ સાયકો કિલર દિલીપ દેઓલ અને તેના ત્રણ સાથીઓએ લૂંટ ચલાવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, દિલીપ ફોરલેનને અડીને આવેલા ખાચરોડ રોડ નજીક ક્યાંક જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને ઘેરો બનાવ્યો હતો, ત્યારે દિલીપે પોલીસ પર કથિત રૂપે ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ જવાબમાં ફાયરિંગ કર્યું હતું, જેના પગલે દિલીપને ગોળી વાગી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.દિલીપને પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જ્યારે બે સબ ઈન્સ્પેક્ટર આયુબ ખાન અને અનુરાગ યાદવ અને અન્ય ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ તે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો. દિલીપ દેવળે રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્યારે તે મધ્યપ્રદેશની પોલીસના ચોપડે વોન્ટેડ હતો. 

પોલીસે દિલીપને પકડવા માટે રતલામ ડિવિઝનની તમામ તેમજ ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રતલામની ખાચરોદ ચોકડી ફોર લેન હાઇવે પર હોમગાર્ડ કોલોની નજીકથી દિલીપ પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે રતલામ પોલીસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોતા જ દિલીપે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને સામે પોલીસે ફાયરિંગ કરતાં દિલીપ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. 

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર