બજારમાં ‘બ્લેક ફ્રાઇડે’ : કોરોનાનો પડછાયો, રોકાણકારોમાં ગભરાટ!

શેરબજારમાં કડાકો કેમ?  આ કારણો જવાબદાર

કોરોના વાયરસના નવા વેરિયન્ટની ચેતવણીના પગલે ભારત સહિત એશિયન શેરબજારમાં મંદીનો માહોલ સર્જાયો અને સપ્તાહનો છેલ્લો દિવસ ફરી ‘બ્લેક ફ્રાઇડે’ બની ગયો. જેમાં પેનિક સેલિંગના પગલે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો કડાકો બોલાયો હતો, જ્યારે નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 400થી વધુ પોઇન્ટ ગગડ્યો હતો.

દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશો જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ફરીથી વધી રહ્યો છે. જેની ચિંતાએ આજે સવારથી દુનિયાભરના શેરબજારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ભારતીય શેરબજારો પણ શુક્રવારે લગભગ 720 પોઈન્ટની આસપાસ ઘટીને 58,075.93 પોઈન્ટ પર ખુલ્યું હતું. જ્યારે ગુરુવારે સેન્સેક્સ ઉછાળા સાથે 58,795.09 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. બાદમાં, બજારમાં નીચે તરફનો ટ્રેન્ડ ચાલુ રહે છે અને સવારના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 1488 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

ભારતીય સ્ટોક માર્કેટમાં સતત કડાકો થઈ રહ્યો છે. બજાર તૂટ્યા બાદ હાહાકાર મચી ગયો અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટના કડાકા સાથે 57,107.15 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 526 પોઈન્ટના કડાકા સાથે 17,009 પર બંધ થયું હતું.

શેર બજાર તૂટવા પાછળના આ મુખ્ય 4 કારણો…

  • કોરોના વાયરસ.
  • દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યો છે. જેનાથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે.
  • સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો.
  • મેટલ અને ફાયનાન્સિયલ બેંચમાર્ક તૂટવા અને
    એશિયન બજારોમાં થયેલા નુકસાનની અસર ભારતીય શેર માર્કેટ પર દેખાઈ

શુક્રવારે 11માંથી 10 સેક્ટરલ ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. ફાર્મા સિવાય બાકીના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં કડાકો બોલ ગયો હતો.  સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, મીડિયા અને બેન્કિંગ સ્ટોક્સમાં જોવા મળ્યો હતો.  સેન્સેક્સના 30 બ્લુ-ચીપ મનાતા શેરોમાંથી 26 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડો.રેડ્ડી,  સનફાર્મા, હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે સિવાયના શેરોમાં કડાકો બોલ્યો હતો. આ ચાર શેરના ભાવ વધ્યા હતા.  સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ, મારુતિ, ટાઈટન અને કોટક મહિન્દ્રા બેન્કમાં જોવા મળી રહ્યો છે.

 71 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી