આફ્રિકાના ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ઝડપી 439 વિકેટ

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. 15 વર્ષના કરિયરમાં સ્ટેને 439 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન 93 ટેસ્ટમાં તેની એવરેજ 22.95ની રહી છે. સ્ટેને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2004મા ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ શ્રીલંકા વિરુદ્ધ આ વર્ષે રમી હતી. સ્ટેન વનડે અને ટી20 ક્રિકેટમાં રમતો રહેશે.

તે ઇન્ડિયા પ્રવાસમાં વન-ડે મેચ રમે તેવી સંભાવના છે. સ્ટેઈને ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલાવેલ લેટરમાં કહ્યું હતું કે આજે હું ક્રિકેટના તે ફોર્મેટમાંથી અલગ થઈ રહ્યો છું જેને સૌથી વધારે પ્રેમ કર્યો છે. મારો મત છે કે ટેસ્ટ ક્રિકેટ શાનદાર ફોર્મેટ છે. આ તમારી માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પરીક્ષા લેશે.

સ્ટેને 2004માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોર્ટ એલિઝાબેથ ખાતે ડેબ્યુ કર્યું હતું. તેણે 93 ટેસ્ટમાં 22.95ની એવરેજથી 439 વિકેટ લીધી છે. તેણે 26- પાંચ વિકેટ હોલ અને 5- દસ વિકેટ હોલ પોતાના નામે કર્યા છે. તે ટેસ્ટમાં ઓલ ટાઈમ હાઈએસ્ટ વિકેટ ટેકર્સની સૂચિમાં આઠમા સ્થાને છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી