1 વર્ષથી અરજી કર્યા છતાં ન આપ્યું પોલીસ રક્ષણ, દલિત ઉપસરપંચની હત્યા બાદ દોડતી થઇ પોલીસ

બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકી પૂર્ણ હત્યા કરવામાં આવી હતઈ. જેમાં ઉપસરપંચની હત્યાના ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત પણ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોરો GJ 6 BA 6003 નંબરની મારુતિ ઝેન કાર લઈને આવ્યા હતા. તેમણે ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની મોટર સાઇકલને પહેલા તો ટક્કર મારી હતી અને બાદમાં સશસ્ત્ર હુમલો કર્યો હતો. ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઈ ખાચરની અટકાયત કરવામાં આવી છે.

ઉપસરપંચની હત્યાનાં કેસમાં ગુજરાત કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થાની પરિસ્થિતિ બેહાલ છે.’

અમિત ચાવડાએ ટ્વિટ કરતાં કહ્યું છે કે, ‘ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે.રાણપુર તાલુકાના દલિત આગેવાન શ્રી મનજીભાઈ સોલંકી દ્વારા 1 વર્ષથી પોતાને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ માટે લેખિત રજુઆત કરવા છતાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ મંત્રીની લાપરવાહીનાં કારણે આજે તેઓની ખુલ્લે આમ હત્યા થઈ.’

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી