કોરોના પ્રતિબંધોના પગલે ખાણી-પીણીના સ્ટોલો- લારી વાળાઓને મોટું નુકસાન વેઠવાનો વારો
એક બાજુ દેશ-વિદેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ફફડાટ ફેલાયો છે જેના પગલે દમણ સહિતના મોટાભાગના રાજ્યોમાં 2021ના અંતિમ દિવસ 31stની ઉજવણી ફિક્કી પડી છે કેમ કે, સરકારે વધતા જતા કેસોના પગલે રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદી દીધા છે જેની સીધી અસર આજે ખાણી-પીણીના સ્ટોલ ધરાવતા પર દેખાઈ રહી છે. કોરોનાના અગાઉના સમયમાં આ સ્થળો પર 31stની ઉજવણીના દિવસે ટોળટોળા ઉમટી પડતા હોય છે પણ આજે નાના-નાના ખાણીપીણીના સ્ટોલો અને લારી વાળાઓ મીટ માંડીને સહેલાણીઓની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણમાં એક સમયે આજના રોજ 31stની ઉજવણી કરવામાં માટે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી સહેલાણીઓ ટોળેટોળા ઉમટી પડતા હોય છે પણ આજ રોજ દમણ સહેલાણીઓ માટે કાગડોળે રાહ જોઈ રહ્યું છે, નાના-નાના ખાણીપીણીના સ્ટોલો અને લારી વાળાઓ મીટ માંડીને સહેલાણીઓની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે, પણ સહેલાણીઓ છે કે આવીજ નથી રહ્યા કારણ કે, દમણ ચેકપોસ્ટની બહાર ગુજરાત પોલીસ આવા શોખીન સહેલાણીઓનું સ્વાગત કરવા માટે ખડે પગે તૈનાત છે, સહેલાણીઓના દમણના આવવાથી દમણના નાના ખાણીપીણીના સ્ટોલો, લારી વાળાઓને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
130 , 1