રવિવારના રસીકરણ અભિયાનમા ડાંગ જિલ્લાએ હાંસલ કરી 82.44 ટકા સિદ્ધિ

કલેક્ટર ભાવિન પંડયાએ વિશેષ ડ્રાઈવ આયોજિત કરીને

ડાંગ જિલ્લામા આયોજિત રવિવારના “મહા રસીકરણ અભિયાન” મા ડાંગ જિલ્લા વહીવટી તંત્રે એકજુટ થઈને સવારના આઠ થી સાંજના આઠ વાગ્યા સુધીમા ૮૨.૪૪ ટકા લક્ષ સિદ્ધિ હાંસલ કરી છે. કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ બાબતે ખુબ જ સંવેદનશીલ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ રવિવારે વિશેષ ડ્રાઈવ આયોજિત કરીને, આરોગ્ય વિભાગની ૬૦ જેટલી ટીમો એક્ટિવ કરવા સાથે, જિલ્લા કક્ષાના નિયુક્ત નોડલ ઓફિસરોને પણ આ ઝુંબેશમા સામેલ કર્યા હતા.

દરમિયાન સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ચાલેલા “મહા રસીકરણ અભિયાન” દરમિયાન આહવા તાલુકામા નિયત ૩૨૦૦ ના રસીકરણ લક્ષ્યાંક સામે ૩૪૮૮નુ રસીકરણ કરીને ૧૦૯ % સિદ્ધિ હાંસલ કરવામા આવી હતી. તો વઘઇ તાલુકામા ૨૪૦૦ ની સામે ૧૮૫૪ (૭૭.૨૫ ટકા), અને સુબીર તાલુકામા ૨૪૦૦ ની સામે ૧૨૫૩ (૫૨.૨૧ ટકા) મળી જિલ્લામા કુલ ૮૦૦૦ ના લક્ષ્યાંક સામે, ૬૫૯૫નુ રસીકરણ કરીને ૮૨.૪૪ ટકા સિદ્ધિ હાંસલ કરવામા આવી હતી.

રવિવારની જાહેર રજાના દિવસે પણ જિલ્લા વહીવટી તંત્રના ચુનંદા અધિકારી, કર્મચારીઓ તથા પ્રજાજનોની સેવામા હંમેશા ખડેપગે રહેતા આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓએ પોતાના ઘર, કુટુંબની ચિંતા કર્યા વિના, પ્રજાકીય આરોગ્ય, અને જનજનની સુખાકારીને પ્રાથમિકતા આપી ફરજ બજાવી હતી. આ રસિકરણ અભિયાનની જાત મુલાકાતે કલેકટર ભાવિન પંડ્યા સ્વયં મહારાષ્ટ્રની બોર્ડેરના ચીંચલી સહિતના ગામોએ નીકળી પડ્યા હતા. તો જિલ્લા અધિકારીઓ એ પણ, સરહદી અને દુર્ગમ વિસ્તારોમા ફરીને જનજાગૃતિ જગાવવા સાથે આરોગ્યકર્મીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી