દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન, કપરડામાં સૌથી વધુ 7.6 ઈંચ વરસાદ

ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોદમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ રેલવે સ્ટેશનથી અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી. ખેરગામમાં 10 ઇંચ તો વધઇમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

બારડોલીમાં 58 મિમી, ચોર્યાસીમાં 68 મિમી, કામરેજમાં 75 મિમી, માંડવીમાં 62 મિમી, માંગરોળમાં 62 મિમી, મહુવામાં 113 મિમી, પલસાણામાં 94 મિમી, ઓલપાડમાં 11 મિમી, ઉમરપાડામાં 92 મિમી, સુરત સીટીમાં 22 મિમી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં 7.6 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી