તાપી-ડાંગમાં પવન સાથે વરસાદ, લાકોમાં ખુશીની લહેર

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. કેટલીક જગ્યાએ વરસાદ પણ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. વરસાદ પડવાની સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી છે. જણાવી દઈએ કે વાયુ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર અત્યારે ગુજરાતમાં વર્તાઇ રહી છે. ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણમાં બદલાવની સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના પગલે તાપી જિલ્લાના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો થતા જિલ્લાના વડુ મથક આહવામાં પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

 57 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી