પાંચ વર્ષના કરિયર બાદ ‘દંગલ’ ફૅમ ઝાયરાએ બોલિવૂડને કહ્યું અલવિદા !

‘દંગલ’ ફૅમ ઝાયરા વસીમે અચાનક જ રવિવાર (30 જૂન)એ બોલિવૂડ છોડવાની જાહેરાત કરી હતી. ઝાયરાએ ફેસબુક, ટ્વિટર તથા ઈન્સ્ટાગ્રામમાં એક લાંબી પોસ્ટ શૅર કરીને પોતાના મનની વાત કહી હતી.

ઝાયરાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 5 વર્ષ પહેલાં મે બોલિવૂડમાં આવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદથી મારી જિંદગી સંપૂર્ણ બદલાઇ ગઇ. પાંચ વર્ષની મારી બોલિવૂડ યાત્રા ઘણી જ થકવી નાખનારી રહીં. હું મારા અંતરાત્મા સાથે લડતી રહી.

વધુમાં તેમણે કહ્યું, હું મારા નાનકડાં જીવનમાં આટલી મોટી લડાઇ નથી લડી શકતી. તેથી બોલિવૂડથી મારા સંબંધો હમેશાં માટે તોડી રહી છે. ઝાયરા આગળ લખે છે કે, મે ઘણું સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. જોકે, અંતે તેને એ વાત સમજાઈ ગઈ હતી કે તે પોતાના ધર્મ ઈસ્લામમાં બતાવેલી રાહ પર ચાલવામાં એક વાર નહીં પરંતુ 100 વાર અસફળ રહી છે.

આ સિવાય ઝાયરાએ કહ્યું હતું કે ફિલ્મ્સ સાથે જોડાયા બાદ તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર થતી ગઈ છે પરંતુ તે છેલ્લાં કેટલાંક સમયથી પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કરતી હતી કે તે જે કરે છે, તે સાચું છે. વધુમાં ઝાયરાએ કહ્યું હતું કે એને અહીંયા ચાહકોનો પ્રેમ તથા લોકપ્રિયતા મળી છે. જોકે, તેને આ બધું ક્યારેય જોઈતું નહોતું. તે ભલે અહીંયા ફિટ થઈ હોય પરંતુ તે અહીંયાની ક્યારેય હતી જ નહીં. આ બધું તેને તેના ઈમાનથી દૂર કરી રહ્યું છે.

ઝાયરાનાં આ નિર્ણયથી તેનાં કેટલાંક ફેન્સ દુ:ખી છે તો કેટલાંક તેનાં આ નિર્ણયથી તેની વાહવાહી કરી રહ્યાં છે. તેનાં ફેન્સની કમેન્ટ્સમાં તેનો વિરોધ અને સપોર્ટ બંને થઇ રહ્યાં છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી