કોરોનાના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી

કર્ણાટકમાં નોંધાયા 2 કેસ, સરકારે કરી જાહેરાત

કોરોનાના નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને ભારત સહિત વિશ્વના દેશોની ચિંતા વધારી દીધી છે. ત્યારે હવે ભારતમાં ખતરનાક ઓમિક્રોને એન્ટ્રી કરી લેતા સમગ્ર દેશવાસીઓ સહિત સરકારમાં ખળભળાટ મચી ગયો છે. કર્ણાટકમાં ઓમિક્રન વાયરસથી બે લોકો પોઝિટિવ આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આ ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 29 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

બીજી બાજુ ઘણા આરોગ્ય નિષ્ણાતોએ ઓમિક્રોન વેરિઅન્ટને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક ગણાવ્યું છે. કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, વિશ્વના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની મુસાફરી પર પ્રતિબંધ લાદી દીધો છે. કોવિડનો આ પ્રકાર એવા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ કરતા પાંચ ગણો જોખમી છે.

આ દેશોમાં કોરોનાના ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોનનો પગપેસરો

દક્ષિણ આફ્રિકા
બોત્સવાના
નાઈજીરીયા
ઘાના
બેલ્જિયમ
હોંગકોંગ
ઈજરાયલ
ઓસ્ટ્રિયા
યુનાઈટેડ કિંગડમ
કેનેડા
ઓસ્ટ્રલિયા
ઈટલી
ડેનમાર્ક
ચેક ગણરાજ્ય
નેધરલેન્ડ
જર્મની
સ્પેન
સ્વીડન
પુર્તગાલ
બ્રાઝિલ
અમેરિકા
દક્ષિણ કોરિયા
સ્વિટઝરલેન્ડ
આયર્લેન્ડ
સાઉદ અરેબિયા
UAE
Reunion island

 199 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી