‘ડાંગ એક્સપ્રેસ’ સરિતાની વધુ એક સિદ્ધિ, યુરોપીયન એથ્લેટિક્સમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

ડાંગના એક નાનકડા ગામમાંથી આવતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે વધુએકવાર ગુજરાતનું નામ રોશન કર્યું છે. સરિતા ગાયકવાડે યૂરોપના પોલેન્ડમાં રમાઈ રહેલી એથલેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

પોલેન્ડમાં યોજાયેલી યુરોપ એથ્લેટિકસ ચેમ્પિયનશિપની 400 મીટર દોડને સરિતાએ 52.77 સેકન્ડમાં પુરી કરીને બીજો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. સરિતાને સિધ્ધિને ડાંગ સહિતના આદિવાસી સમાજ દ્વારા અભનિંદનની વર્ષા કરીને વધાવી લેવામાં આવી હતી.

સરિતા ગાયકવાડે ગત વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એશિયન એથ્લેટિકસ દોડની રમતમાં ભાગ લઇ દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ગોલડ મેડલ પ્રાત કરીને વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડયો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી