અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા

કંધારમાં તાલિબાન યુદ્ધનું કરી રહ્યા હતા કવરેજ

અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવાઈ છે. તેઓ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. કહેવાય છે કે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા દાનિશ સિદ્દીકીની હત્યા અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં કરવામાં આવી. અહીં તેઓ કવરેજ માટે ગયા હતા. 

દાનિશ સિદ્દીકીની ગણતરી દુનિયાના સારા ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી. તેઓ હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય એજન્સી Reuters સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાના કવરેજ માટે ગયા હતા. 

દાનિશ સિદ્દીકીએ હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાન કવરેજ સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ દરમિયાન દાનિશ સિદ્દીકીના કાફલા પર અનેકવાર હુમલા પણ થયા જેનો વીડિયો તેમણે શેર કર્યો હતો. 

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મમૂદે શુક્રવારે આ વાતની જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર આપી છે. મળતી જાણકારી મુજબ, દાનિશ સિદ્દીકીની હત્યા સ્પિન બોલ્ડક જિલ્લામાં થઈ છે. આ જિલ્લો પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલો છે. હત્યા કોણે કરી અને તેનું કારણ શું હતું, આ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી.

અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મસૂદે ટ્વીટ કર્યું કે, કાલે રાત્રે કંધારમાં એક દોસ્ત દાનિશ સિદ્દીકીની હત્યાના દુખદ સમાચારથી ખૂબ પરેશાન છું. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પુરસ્કાર વિજેતા અફઘાન સુરક્ષા દળોની સાથે કવરેજ કરી રહ્યા હતા. હું તેમને બે સપ્તાહ પહેલા તેમના કાબુલ જતાં પહેલા મળ્યો હતો. તેમના પરિવાર અને રોયટર્સ પ્રત્યે સંવેદના.

 54 ,  1