September 21, 2020
September 21, 2020

અમદાવાદ શહેરમાં અંધારપટ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ પહેલા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

શહેરમાં રાત્રિ જેવો અંધારપટ અમદાવાદ માટે છવાઈ ગયો છે. થોડા સમયમાં જ વરસાદ જાણે તૂટી પડું તૂટી પડું થવાની તૈયારીઓ કરી રહ્યો હોય તેવા ગાઢા વાદળો છવાઈ ગયા છે. સવારથી બપોર સુધી ખૂબજ ઉકળાટ ભર્યો તાપ રહ્યા બાદ બપોર પછીના સમયમાં ધીમે ધીમે આકાશ ગાઢા રંગનું થઈ ગયું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન રાત્રી જેવો અંધકાર છવાઈ ગયો છે.

શહેરના એસ.જી. હાઈવે, ઘાટલોડિયા, સેટેલાઈટ, જીવરાજપાર્ક, વેજલપુર, વસ્ત્રાપુર, આંબાવાડી સાથે જ પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે. 

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે.

 106 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર