… રાજઘાની દિલ્હીમાં છવાઈ જશે અંધારપટ..!

મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદી પાસે માગી મદદ

દેશની રાજઘાની દિલ્હીમાં વીજ સંકટના મોટા ભણકારા વાગી રહ્યા છે કેમ કે કોલસાની સપ્લાય નહીં મળે તો બે દિવસ બાદ દિલ્હીમાં ધોળા દિવસે અંધારપટમાં ફેરવાઈ જશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે દિલ્હી સરકારના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈનૈ બધીજ વીજ કંપનીઓ સાથે બેઠક કરી ઠે. જેમા દિલ્હીની ત્રણ મોટી વીજ કંપની BSES, બીએસીએસ યમુના અને TPDDL કંપીનાના અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી. આ બેઠકમાં વીજ સંકટને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં વીજ સંકટને કેવી રીતે ટાળી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ કોલસાની અછતને લઊને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે જેમા તેમણે વીજ સંકટ પર વીગતવાર માહિતી આપી છે.

કેજરીવાલે PM મોદીને પત્ર લખીને માહિતી આપી કે થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. સાથેજ હાલ થર્મલ પાવર પ્લાન્ટ પાસે કોલસાનો કેટલો સ્ટોક છે તે વીશે પણ તેમણે જાણકારી આપી હતી. વધુમાં તેમણે પીએમ મોદીને કહ્યું કે ગેસ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ પર હવે નીર્ભરતા વધી શકે છે. જોકે એટલી ક્ષમતામાં પણ દિલ્હી પાસે ગેસ નથી કે જેનાથી લોકોને વીજળી પૂરી પાડી શકાય.

ઉલ્લેખનીય છે કે વીજ સંકટને લઈને મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદી સામે ત્રણ માગો મુકી છે. જેમા પહેલી માગ તેમણે એવી કરી છે કે પાવર પ્લાન્ટમાં કોલસો મોકલવામાં આવે, બીજી માગ એવી કરી છે કે ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં પર્યાપ્ત માત્રામાં ગેસ આપવામાં આવે. સાથે જ ત્રીજી માગ તેમણે એવી કરી છે કે નફાખોરી ના થાય તે માટે પ્રતિ યૂનિટ વિજળી વેચવાને લઈને ભાવ નક્કી કરવામાં આવે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી