અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલે કર્યા દર્શન-પૂજન

ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની પાઠવી હાર્દિક શુભકામનાઓ

દિવાળી બાદ નવા વર્ષની નવી સવારનો ઉદય થયો છે. આજે સમગ્ર દેશમાં સૌકોઈ નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૮ના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન-પૂજન કર્યા હતા.
મુખ્યમંત્રીએ સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

આ દરમ્યાન મુખ્યમંત્રી સાથે મેયર કિરીટ ભાઈ, અમદાવાદ શહેરના પૂર્વ મેયર અમિતભાઇ શાહ, મંદિરના ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા. ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનોને પણ મુખ્યમંત્રીએ સાલ મુબારક પાઠવ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ

નવા વર્ષની શરૂઆત થતા જ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર નાગરિકોનો ટ્વીટ કરી નવા વર્ષની સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્યયપૂર્વકની શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી