September 23, 2020
September 23, 2020

GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક, ફોટો અને આઇડી જાહેર થયા

GTUની ઓનલાઈન પરીક્ષા આપનાર 30 હજારથી વધારે વિદ્યાર્થીઓનો ડેટા લીક થયા

GTU ની ઓનલાઈન એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો હોવાનો મામલો બહાર આવ્યો છે. આજે GTUની UG, PG ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. કોરોનાને લઇ ઓનલાઇન એકઝામનું આયોજન કરાયું હતું. ડેટા લીક થયાની વિગત મામલે GTU ના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

 મળતી માહિતિ પ્રમાણે 30 હજારથી વધારે વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો છે અને તમામ ડેટા gtu.hackx.com પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. ડેટામાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ અને આઇડી પ્રૂફ જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, કોલેજ આઇડી અને ચૂંટણીકાર્ડ સહિતના ઓળખ દર્શાવતા દસ્તાવેજો જોઇ શકાય છે.

વિદ્યાર્થીઓના ડેટા લીક થવાને લઇને સોશિયલ મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો અમારો અંગત ડેટા હેકર્સના હાથમાં આવી ગયો તો સામાજિક અને આર્થિક દ્રષ્ટીઓ મોટુ નુકસાન અમારે સહન કરવું પડશે. બીજી તરફ આ અંગે જીટીયુઓના સત્તાધીશો તરફથી કોઇ સત્તાવાર નિવેદન કે ખુલાસો સામે આવ્યો નથી.

જીટીયુ દ્વારા ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ત્રીજી ઓગસ્ટથી એમઈ-એમફાર્મ સહિતની પીજી કોર્સીસની પરીક્ષા ચાલશે જેમાં 1229 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ચાર ઓગસ્ટથી યુજીના ડિગ્રી વિવિધ કોર્સની પરીક્ષા લેવાશે. આ ડિગ્રી કોર્સિસ 19700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ડિપ્લોમાં કોર્સિસમાં 3,477 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 64 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર