છબરડા બાદ શપથવિધિના બોર્ડ બેનરમાંથી તારીખ, વાર ગાયબ…

15મીની શપથના બોર્ડ-બેનરો પાડી નાખવા પડ્યા! લોકોમાં ગયો નેગેટિવ મેસેજ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના શપથ પર ગ્રહણ લાગ્યું હતું જેના પગલે શપથવિધિ સંપૂર્ણ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. પરિણામે આજે બોધપાઠ લઈને રાજભવન બહાર તારીખ વગરના બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે, આજે રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે.

નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીના પગલે આ પગલું ભરવું પડ્યું.

પાટનગર ગાંધીનગરમાં નવા પ્રધાનમંડળની રચના માટે ભાજપના નેતાઓ ગડમથલ કરી રહ્યા છે કેમકે, શિસ્તબધ્ધ ગણાતા પક્ષમાં મંત્રીપદ માટેની અંદરોઅંદરની ખેચતાણને લીધે ડખો સર્જાયો છે જેના કારણે શપથવિધી સુધ્ધાં રદ કરવી પડી છે. જોકે, હાઇકમાન્ડને આદેશને નો રિપિટ થિયરીને પગલે સિનિયર મંત્રીઓ ઘરભેગા થવુ પડે તેમ છે જયારે શિક્ષિત-ટેકનોસેવી યુવા ધારાસભ્યને પ્રાધાન્ય આપવા ભાજપે મન બનાવ્યુ છે. મુખ્યમંત્રીના નામની જેમ મંત્રીમંડળમાં સરપ્રાઇઝ કહી શકાય તેવા નામો જાહેર થાય તેવુ માનવામાં આવી રહ્યુ છે.

નવા મંત્રીમંડળમાં કોને મંત્રીપદ આપવુ એને કોનુ પત્તુ કાપવુ તે અંગે પાટનગર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરીને ચર્ચા કરાઇ હતી. હાઇકમાન્ડના આદેશને પગલે આ વખતે રુપાણીના મંત્રીમંડળમાંથી ભૂપેન્દ્ર ચુડાસમા, નિતિન પટેલ, કૌશિક પટેલ સહિત મોટાભાગના મંત્રીઓની બાદબાકી કરાશે. જયારે પ્રદિપસિંહ જાડેજા, ગણપત વસાવા, દિલિપ ઠાકોર, જયેશ રાદડિયા અને સૌરભ પટેલના મંત્રી થવાના ફિફ્ટી ફિફટી ચાન્સ છે. યુવા ધારાસભ્યો અને નવા ચહેરાઓને મંત્રીપદ અપાશે. ૭૫ ટકાથી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવનાર છે.આ ફોર્મ્યુલાને પગલે સિનિયર મંત્રીઓ લાલઘૂમ થયા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી