દીકરીઓને જેહાદીનાં હાથમાં ન જવા દેવાય – પ્રદીપસિંહ જાડેજા

3થી 5 વર્ષની સજા અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઇ

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને કડક બનાવવા વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક રજૂ થશે. ષડયંત્ર રચનારા જેહાદીઓ સામે નવા કાયદામાં અનેક જોગવાઈ હશે. લલચાવી લગ્ન કરનારને 3થી 5 વર્ષની સજા અને બે લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે.

:ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવ જેહાદના કાયદાને લઈને માંગ ઉઠી હતી. તેના બાદ આજે ગુજરાત વિધાનસભામાં આજે લવ જેહાદ વિરોધી કાયદો લાવવામાં આવશે. આજે વિધાનસભા ગૃહમાં ધર્મ સ્વંતત્રય વિધેયક લાવવામા આવશે. આજે ગુજરાત વિધાનસભામાં ચાર વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં ધર્મ સ્વતંત્ર્ય વિધેયક પર સૈૌની નજર રહેશે. જે અંતર્ગત ગુજરાતમાં જેહાદી તત્વો સામે સખતાઈથી કામ લેવાશે. તેમજ લેવ જેહાદના આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવમાં આવશે.

દીકરીને હુન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છેપ્રદીપસિંહ 

વિધાનસભાની પ્રથમ બેઠક શરૂ થતા જ લવ જેહાદને લઈ ગૃહમાં હયાત કાયદો ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. કાયદાને લઈ ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોય હોવાનું મને આજે લાગ્યું છે. મારા જીવનમાં ઘણા અગત્યના કામો કરવાનો મને મોકો મળ્યો છે. આજે મારા જીવનનું હુ એક મહત્વનું કામ કરવા જઇ રહ્યો છું. આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય, તેને જેહાદીનાં હાથમાં ન જવા દેવાય. દીકરીને હુન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. ગૌ હત્યા પ્રત્યેનો કાયદો પણ અગાઉ લવાયો છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ. સરકાર આંખ મિચમના કરે એવી સરકારની માનસિકતા નથી.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ ગૃહરાજ્યમંત્રી લવ જેહાદ વિરોધી બિલ ગૃહમાં રજૂ કરશે. સાથે જ અન્ય 4 વિધેયકો પણ રજૂ કરશે. ત્યારે આ વિશે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 અંતર્ગત લવ જેહાદનો કાયદો લાવવામાં આવશે. જેમાં નાની અને કુમળી દીકરીઓનું જીવન લવ જેહાદના નામે નર્ક બનાવાય છે તેના પર પગલા લેવાશે. અનેક જેહાદી તત્વો હિન્દુ યુવતીઓની જિંદગી બરબાદ કરવાનો પ્રયત્ન કરે છે. તેમને છેતરે છે. ત્યારે આવા તત્વોની સાન ઠેકાણેને લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને, અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

 81 ,  1