દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની અટકાયત, દેશ છોડવાની હતો ફિરાકમાં

મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની ધરપકડ કરી લીધી છે. પોલીસ લાંબા સમયથી પૈસા પડાવવાના કેસમાં રિઝવાનને અરેસ્ટ કરવાની ફિરાકમાં હતી.

રિઝવાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નાના ભાઈ ઈકબાલ કાસકરનો દીકરો છે. ઈકબાલ કાસકર પહેલાથી જ પોલીસની ધરપકડમાં છે. મહત્વનું છે કે, રિઝવાનને બુધવારે દેશ છોડીને ભાગતી વખતે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી