દાઉદનો ભાઇ ઇકબાલ કાસ્કર NCBના સકંજામાં

કાસ્કરની ડ્રગ્સ રેકેટમાં સંડોવણી બહાર આવ્યા બાદ NCBએ હાથ ધરી તપાસ

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ ભાઈ ઇકબાલ કાસ્કાર મુંબઇ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની સકંજા હેઠળ છે. જમ્મુ-કશ્મિરમાં મોટા પાયે ગાંજાની તસ્કરી કેસમાં પૂછપરછ માટે ઇકબાલની NCBએ ધરપકડ કરી છે.

ખંડણીના કેસમાં જેલમાં બંધ કાસ્કરની ડ્રગ્સ રેકેટમાં સંડોવણી બહાર આવ્યા બાદ એનસીબીએ તેને તાબામાં લઇને ધરપકડની પ્રક્રિયા હાથ ધરી હતી. તાજેતરમાં હશીશની જપ્તીને મામલે કાસ્કરની સંડોવણી હોવાનું જણાયા બાદ તેને કસ્ટડીમાં લેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરથી હશીશનો જથ્થો પંજાબ થઇને મુંબઈ લવાયો હતો, જે એનસીબીની ટીમે જપ્ત કર્યો હતો. આ પ્રકરણે બે જણને પકડી પાડવામાં આવ્યા હતા. ડ્રગ્સ કેસમાં કાસ્કરને તાબામાં લેવાયા બાદ તેને એનસીબીની દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો. એનસીબીની ટીમે અગાઉ નાગપાડા વિસ્તારમાં ડ્રગ સિન્ડિકેટનો પદર્ફિાશ કર્યો હતો, જેને દાઉદ ઇબ્રાહિમનો સાગરીત ચલાવતો હતો. નોંધનીય છે કે 2003માં ઇકબાલ કાસ્કરને યુનાઇટેડ અરબ એમિરેટ્સથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે મુંબઈમાં પોતાના ભાઇનો રિઅલ એસ્ટેટનો વ્યવસાય સંભાળતો હતો. 2017માં ખંડણીના કેસમાં થાણે ક્રાઇમ બ્રાન્ચે ઇકબાલ કાસ્કરની ધરપકડ કરી હતી.

 17 ,  1