ફરી મિલિટરી બેઝ પર હુમલાનું કાવતરું! જોવા મળ્યા વધુ બે ડ્રોન

સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવતા બંને ડ્રોન ગાયબ

જમ્મુના એરફોર્સ સ્ટેશન પર ધડાકા બાદ હવે કાલૂચક મિલિટરી સ્ટેશનની નજીક બે ડ્રોન જોવા મળ્યા. ઘટના ગત રાત 10 વાગ્યાની અને વહેલી સવારે 3 વાગ્યાની છે. રવિવાર બાદ સેના પહેલેથી જ અલર્ટ મોડ પર છે અને આવામાં ડ્રોન જોવા મળતા તરત જ તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું જેના કારણે બંને ડ્રોન ત્યાંથી ગાયબ થઈ ગયા. 

સેના તરફથી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ સાથે જ આ ડ્રોન વિશે માહિતી પણ મેળવવાની કોશિશ થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એરફોર્સ સ્ટેશન બાદ મિલિટરી સ્ટેશન પર હુમલાના ષડયંત્ર હેઠળ આ ડ્રોન મોકલવામાં આવ્યા હતા. 

અત્રે જણાવવાનું કે જમ્મુના જ એરફોર્સ સ્ટેશનને શનિવારે રાતે ડ્રોનની મદદથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે આ બે ધડાકાથી વધુ નુકસાન થયું નથી. એનઆઈએની ટીમ સહિત સુરક્ષા એજન્સીઓ આ ધડાકાની તપાસમાં લાગી છે. પરંતુ હજુ સુધી તેના આતંકી હુમલો હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. કહેવાય છે કે સરહદ પારથી આ હરકતને અંજામ આપવામાં આવ્યો છે. 

 46 ,  1