September 23, 2021
September 23, 2021

કોંગ્રેસ દ્વારા રૂપાણી સરકાર વિરુદ્ધ અસંવેદના દિવસના ધરણાં, અમિત ચાવડાની અટકાયત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેનરો સાથે કર્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગરમાં પ્રદેશ કોંગ્રેસે સિવિલ કેમ્પસ પર વિરોધ પ્રદર્શન કર્યા છે. પોલીસે પ્રદેશ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર વિરુદ્ધ કોંગ્રેસ અસંવેદના દિવસના ધરણાં કરી રહી છે.

રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી 1 થી 9 ઓગષ્ટ સુધી જનતાલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને કરીને સરકાર ઉજવણી કરી રહી છે, તો સામે વિપક્ષ સમાંતર નવ દિવસ વિરોધી કર્યક્રમો કરી સરકારનો વિરોધ કરશે.

ગાંધીનગરમાં આજે રૂપાણી સરકારના ‘સંવેદના દિવસ’ સામે કોંગ્રેસે ‘અસંવેદના દિવસ’ ઉજવ્યો.ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોંગ્રેસી નેતા, કાર્યકરોએ બેનરો સાથે સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.આ પ્રદર્શનમાં સામેલ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાની બીજી લહેર દરમિયાન આરોગ્યની કથળેલી સ્થિતિ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા.

અમિત ચાવડાએ કહ્યું કે બેડ, વેન્ટિલેટર, દવા માટે લોકોએ ભટકવું પડ્યું.રેમડેસિવિર ઈન્જેક્શનના કાળા બજાર થયા. કોરોનામાં હજારો લોકોના મોત અને સંખ્યાબંધ નિષ્ફળતા છતાં સરકાર શેની ઉજવણી કરે છે તે સમજાતું નથી.જો કે કોંગ્રેસને વિરોધ પ્રદર્શનની મંજૂરી ન હોવાથી અમિત ચાવડા અને હિમાંશુ પટેલ સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.

 37 ,  1