માસ્કની બાબતે યુવકને અટકાયત સમયે યુવતી વચ્ચે પડતાં પોલીસકર્મીએ લાફા માર્યા હતા
અમદાવાદમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસકર્મીએ એક મહિલાને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં આ મામલે ઉચ્ચ અધિકારીઓએ પગલાં ભર્યા છે. યુવતીને લાફો મારનાર પોલીસકર્મીને DCPએ સસ્પેન્ડ કરી દીધો છે.
અમદાવાદ પોલીસની મર્દાનગી! માસ્કની બબાલમાં મહિલાને બે લાફા ઝીંકી દીધા#Ahmedabad #gujaratpolice pic.twitter.com/7gGtPlR0dL
— NetDakiya ગુજરાતી (@netdakiya) January 15, 2021
માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી છે ત્યારે અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી હતી એનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે, ત્યારે પોલીસકર્મી યુવતીને બે લાફા મારી દે છે.
વીડિયો મામલે ઝોન 1 ડીસીપી ડો. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વીડિયો નવરંગપુરા પોલીસનો હોવાનું ધ્યાને આવ્યું છે અને આ મામલે તપાસના આદેશ આપી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.
ત્યારે આ મામલે હવે યુવતી પર હાથ ઉપાડનાર પોલીસકર્મી વિક્રમસિંહ ઈશ્વરસિંહને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી. સમગ્ર ઘટના મામલે બી ડિવિઝન એસીપી એલ.બી. ઝાલાને સોંપાઈ છે.
414 , 1