DCP વિક્રમ કપૂરે પોતાની જ પિસ્તોલથી કર્યો આપઘાત

ફરીદાબાદના ડેપ્યુટી પોલીસ કમિશનર વિક્રમ કપૂરે પોતાની જ પિસ્તોલ વડે આપઘાત કર્યાના બનાવે પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો હતો. છેલ્લાં બે વર્ષથી એમનું પોસ્ટિંગ ફરીદાબાદમાં હતું. એક વર્ષ પછી તો એ નિવૃત્ત થવાના હતા.

વિક્રમે કયાં કારણોથી આપઘાત કર્યો એની તપાસ ચાલી રહી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આજે બુધવારે સવારે ડીસીપીએ પોતાના પોલીસ લાઇન ખાતેના નિવાસસ્થાને પત્ની બાથરૂમમાં હતી ત્યારે પિસ્તોલની નળી પોતાના મોંમાં મૂકીને ગોળીબાર કર્યો હતો. ગોળી એમની ખોપરી તોડીને બહાર નીકળી હતી.ઘડાકો સાંભળીને પત્ની બાથરૂ્મની બહાર આવી ત્યારે ડ્રોઇંગ રૂમમાં પતિને લોહીના ખાબોચિયામાં પડેલા જોયા હતા. પત્નીએ તરત પુત્ર અર્જુનને ઊઠાડ્યો હતો.

વિક્રમ કપૂર મૂળ પંજાબના અંબાલા વિસ્તારના રહેવાસી હતી અને હરિયાણામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે એમની ભરતી થઇ હતી. પ્રમોશન મેળવીને એ ડીસીપી બન્યા હતા અને કાર્યક્ષમ અધિકારી તરીકેની એમની છાપ હતી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી