ઘોર કળિયુગ : સગા દીકરાએ કરી માતાની હત્યા…

કોર્ટે તેને 15 વર્ષની સજા ફટકારી છે…

“માં તે માં બીજા બધા વગડાના વા “, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ” આ અને આવી કેટલીય પંક્તિઓ આપણે સાંભળી છે .માં નો મહિમા એ કોઈ શબ્દોમાં સમજાવી શકાય તેમ નથી .એ આપણે સહુ કોઈ જાણીએ છીએ .આપણી ભારતીય સંસ્કૃતિમાં તો માં-બાપને ભગવાન તુલ્ય માનવામાં આવે છે .પણ ધીમે-ધીમે કળિયુગમાં આ વાત ખોટી સાબિત કરતા કિસ્સાઓ પણ જોવા મળતા હોય છે .

આવો જ એક ચોંકાવનારો કિસ્સો સ્પેનમાં પ્રકાશિત થયો છે .પોતાની માતાની ક્રૂર રીતે હત્યા કરનારા દીકરાને અંતે સજા ફટકારવામાં આવી છે. સ્પેનના એક શખ્સે પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હવે કોર્ટે તેને 15 વર્ષની સજા ફટકારી છે. સાથોસાથ તેની પર 60 હજાર યૂરો એટલે કે 53 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે આ નાણા તેને પોતાના ભાઈને આપવા માટે કહ્યું છે. સાથોસાથ કોર્ટે લાશના ટુકડા કરવાના ગુના માટે તેને વધુ 5 મહિનાની સજા સંભળાવી છે.

ઉલ્લેખનીય છે કે ,28 વર્ષીય અલ્બર્ટો સાંચેઝ ગોમેજની 2019માં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે પોલીસને તેની માતાના ઘરની આસપાસ શરીરના કેટલાક હિસ્સા મળ્યા હતા.લાશના કેટલાક ટુકડા પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ બંધ હતા. કોર્ટે સાંચેજના એ તર્કને ફગાવી દીધા કે હત્યાના સમયે તે એક માનસિક રોગી હતો.
ગોમેજે કહ્યું કે,ઝઘડો થવાના કારણે તેણે પોતાની માતાનું ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેની લાશના કાપીને ટુકડા કરી દીધા. બાદમાં તે ટુકડાઓને તેણે ખાધા અને સાથોસાથ પોતાના કૂતરાઓને પણ ખાવા માટે આપ્યા.

મહત્વનું છે કે ,સરકારી વકીલોએ કોર્ટમાં કહ્યું કે, ગોમેજે પોતાની માતાની લાશના 1000 ટુકડા કરવા માટે ધારદાર હથિયાર અને એક ચાકૂનો ઉપયોગ કર્યો. શરીરના કેટલાક હિસ્સા કન્ટેનરમાં મળ્યા હતા. બે સપ્તાહ સુધી તેણે લાશના ટુકડાઓને ખાધા. તેની સાથે પોતાના કૂતરાઓને પણ ખવડાવ્યા. કોર્ટે ગોમેજના વકીલોના દાવાઓને ફગાવી દીધા હતા કે હત્યાના સમયે તેની માનસિક સ્થિતિ ઠીક નહોતી .

 77 ,  1