ગાંધીનગર પ્રશાસનની ઘોર બેદરકારી, એક જ વાનમાં ચાર મૃતદેહો લવાયા

નીતિન પટેલે તપાસનાં આદેશ આપ્યા, કહ્યું, ‘આ ઘટના મારી જાણમાં નથી’

ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને તંત્રની બેદકારી સામે આવી છે. જેમા તંત્ર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નથી. એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહ ભરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં કોરોનાના શબની અંતિમક્રિયા સેક્ટર 30ના અંતિમ ધામમાં કરાય છે. ત્યારે બેદરકાર પ્રશાનસ મૃત્યુનો મલાજો, પાર્થિવ દેહની આમાન્યા પણ ન જાળવી શક્યું. એક સાથે ચાર મૃતદેહ લઇ જવામાં આવતા હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ભારે હોબાળો મચી ગયો છે.

તો બીજી તરફ આ મામલે નાયબ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના પર નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ પ્રમાણે કામગીરી થશે. આ ઘટના મારી જાણમાં નથી. આ ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને આંકડામાં થતી ગોલમાલની પોલ ઉઘાડી પડી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને એક જ એમ્બ્યુલન્સમાં ભરવામાં આવે છે. હાલ સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઇ રહી છે જેમા એક જ એમ્બ્યુલન્સમાં 4થી 5 મૃતદેહ જોવા મળી રહ્યા છે. આ જોતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું તંત્ર મૃત્યુ પામેલા લોકોનો મલાજો પણ જાળવી શક્યું નહીં.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તો સામે મૃત્યુઆંકના આંકડામાં સામે આવી રહ્યા છે. સરકારના આંકડા અને એમ્બ્યુલન્સમાં દેખાતા મૃતદેહો સરકારની પોલ ખોલી રહ્યા છે. કોરોનાની કપરી સ્થિતિમાં ટપોટપ મરતા લોકો સરકારના આંકડા માત્ર વાહવાહી પૂરતા સિમિતિ રહ્યા છે. જ્યારે પરિસ્થિતિ સરકારના આંકડાથી વિપરીત જોવા મળી રહી છે.

 170 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર