September 22, 2020
September 22, 2020

ભરૂચમાં તંત્રની ઘોર બેદરકારી..! ગટર ખુલ્લી મુકતા બાળકી અને વૃદ્ધ પડ્યા

તંત્રની લાપરવાહી..! લોકો ખુલ્લી ગટરોમાં પડી રહ્યાના દ્રશ્યો આવ્યા સામે

ભરૂચમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવા ગટરોને ખુલ્લી મુકી દેતા લોકો મોતના મુખમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે આ ખુલ્લી ગટરમાં એક બાળકી તેમજ વૃદ્ધ પડ્યા હતા. જો કે સ્થાનિક લોકોએ હેમખેમ બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થઇ છે છતાં તંત્ર હજી પણ નીંદરમાં છે.

ભરૂચના ફૂરજા ગાંધી બજાર વિસ્તારમાં વરસાદના પાણી ભરાઇ જતા ગટર ખોલી દેવાઇ હતી. પરંતુ તેની આસપાસ કોઇ પણ પ્રકારનું ચેતવણીનું બોર્ડ ન હતું મારવામાં આવ્યું. જેને લઇ ત્યાંથી પસાર થતી બાળકી અને વૃદ્ધ ગટરમાં પડી ગયા હતા.

ગાંધી બજારમાં આજે બપોરે દુકાન પરથી સામાન લઇને પોતાના ઘરે જતી વખતે રસ્તા પર પાણી ભરાતા ખુલ્લી ગટર ન દેખાતા બાળકી સામાન સાથે ગટરમાં પડી ગઇ હતી. જોકે સ્થાનિક લોકોએ બાળકીને ગટરમાંથી બહાર કાઢતા તેનો જીવ બચી ગયો હતો. આ ઉપરાંત આજે બપોરે 12:45 વાગ્યે ગાંધી બજારમાંથી સાઇકલ લઇને પસાર થઇ રહેલા એક વૃદ્ધ ખુલ્લી ગટરમાં પડ્યા હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢ્યા હતા.

જેનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે ગટર ખુલ્લી છે તો ચેતવણી બોર્ડ કેમ નથી?. લોકોના જીવ સાથે ક્યાં સુધી રમત રમશે તંત્ર?. બાળકી અને વૃદ્ધને કંઇ થયું હોત તો? શું બેદરકારી કરનાર કર્મચારી સામે કાર્યવાહી કરાશે?

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર