ડિયર કોરોના વોરિયર્સ, પ્લીઝ એવુ ના કરો રસી લઇ લો..ક્યોંકી.., યે ચાઇના બિમારી હૈ…!

ડોક્ટરો, નર્સો, વોર્ડબોયઝ, તમે જ સુરક્ષિત નહીં હો તો કોરોના દર્દીનું શુ થશે…?

રસી નહોતી ત્યારે- ઝટ જાઓ રસી ડોઝ લાવો ઇલાજ નહીં કરૂ રે…

રસી આવ્યા બાદ-ના ભાઇ, હું તો રસી નહીં મેકાઉ…!!

સરકારે કરોડો ખર્ચીને રસી ખરીદી અને રસી લેવા માટે કોરોના વોરિયર્સમાં જ ઉદાસીનતા કેમ ચાલે..?

એટલુ તો કહેવુ પડશે અને ડરવુ પડશે કે- એક કચોરી દો સમોસા…ચીન તેરા ક્યા ભરોસા….!!

ભારત ઇચ્છે કે કોરોના ઉથલો ના મારે અને જેવો જ્યાંથી આવ્યો ત્યા લેબમાં ઠરી ઠામ થઇ જાય..!

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચીન ગયેલી ટીમે જાહેર કર્યું કે કોરોના વાઇરસ ચીનના વુહાન લેબમાંથી નિકળ્યો હોય એવા કોઇ પુરાવા નથી. આ ટીમને એ શોધવા મોકલવામાં આવી કે કોરોના વાઇરસ વુહાનની કોઇ લેબમાં તૈયાર કરીને માનવ દ્વારા તેને આખી દુનિયામાં ફેલાવી દેવું ચીનનું કાવતરૂ છે. ટીમ ચીન પહોંચી ત્યારે તેના બે સભ્યોને સંક્રમણ થઇ ગયું અને ટીમને અલગ સ્થળે- ક્વોરેન્ટાઇનમાં મૂકી દેવાયા. તે પછી ટીમ લેબ જોવા ગઇ અને તે દરમ્યાન ચીને લેબમાંથી પુરાવા દૂર કરી નાંખ્યા હોય તો….? બની શકે. કેમ કે આ ચીન છે. નફફ્ટ, નપાવટ, કપટી, દગાખોર, ધોખેબાજ, પીઠ મેં વાર કરનેવાલા અને બીજાનું પડાવી લેવાની વિસ્તારવાદી વિદેશ નીતિમાં માનનાર ચીનને અમેરિકાની જેમ દુનિયા આખી પર રાજ કરવુ છે ચીનની દિવાલ પર બેઠા બેઠા…!

ભલે ટીમને વુહાનની લેબમાંથી કોઇ પુરાવા ના મળ્યા હોય તો પણ અમેરિકા અને ઇઝરાયલની જાસુસી સંસ્થાઓ શોધી કાઢશે અને શોધી કાઢ્યુ પણ હશે કે ચીને વાઇરસમાં શું ઘાલમેલ કરી. અમુક રહસ્યો અમુક સમયે જ બહાર આવતા હોય છે યા બહાર પાડવામાં આવતા હોય છે. તબ તક દેશ અને દુનિયા કે લિયે ઇંતેજાર…ઇંતેજાર….! વાઇરસના રહસ્ય માટે ભલે રાહ જોઇએ પણ જેમને રસી આપવાની છે એ લોકો કોની રાહ જોઇ રહ્યાં છે…એ કોરોના વોરિયર્સ કીસ કા ઇંતેજાર કર રહે હૈ….?

આ સવાલ એટલા માટે કે ગુજરાતમાં અને દેશમાં કોરોના સંક્રમણના કેસો ઘટી જતાં હેલ્થ વર્કરો રસી લેવાથી કતરાઇ રહ્યાં છે…પરિપત્ર બહાર પાડવામાં આવી રહ્યાં છે કે રસી માટે જેમનું નામ નોંધાયેલુ છે એ કોરોના વોરિયર રસી મૂકાવા માટે આગળ આવે…!! કેન્દ્ર સરકારે શરૂઆતના તબક્કામાં અંદાજે 3 કરોડ કોરોના વોરિયર્સને કોરોનાથી સુરક્ષિત કરવા મોંધા ભાવની રસી ખરીદી છે. વિમાન દ્વારા રસીને જેતે સ્થળે પહોંચતી કરી છે. પણ સમયસર રસી લેવા હેલ્થ વર્કરો નહીં આવતા ક્યાંક રસીના ડોઝ ખરાબ થઇ ગયા તો ક્યાંક રસીના ડોઝ રાહ જોઇ રહ્યાં છે- મેરા નંબર કબ આયેગા…!!

તાજા આંકડા કહે છે કે સાત રાજ્યોમાં અને સંઘપ્રદેશોમાં છેલ્લાં 3 સપ્તાહમાં કોરોનાથી નિધન થયું હોય તેવો એક પણ કેસ નોંધાયો નથી, હવે રોજના 10 હજાર કરતાં ઓછા કેસો દેશભરમાં નોંધાઇ રહ્યાં છે અને ડેથનો આંકડો પણ 100ની નીચે છે. યું કહા જાય કે કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે, કોરોના તો ગિયો, રસી આવી એટલે હવે કોરોનાનો કેવો ડર..! .આવી માનસિક્તાને કારણે રસી લેનારાઓની સંખ્યા વધતી નથી. મહામારીનો ડર ઓછો થવા લાગ્યો, રસીની આડ અસરની બીક, કેટલાક કર્મચારીઓ ચૂંટણી વ્યવસ્થામાં વ્યસ્ત, કેટલાક પોલીસકર્મીઓની રસી લીધા બાદ તબિયત બગડવી…આ કારણોને લીધે હેલ્થ વર્કર્સ રસીથી દૂર છે. પણ આ માનસિક્તા યોગ્ય નથી.

સરકારે કરોડો કરોડો ખર્ચ કરીને આદર પૂનાવાલા એને ભારત બાયોટેક પાસેથી રસીના ડોઝ ખરીધ્યા છે. સરકારે હેલ્થ વર્કરો માટે અગ્રતા આપી છે કે સૌથી પહેલા રસી એમને આપો કે જેઓ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં સૌથી પહેલા આવે છે. આ રીતે સંક્રમિત દર્દીઓની સાથે સંપર્કમાં આવીને 200 જેટલા ડોક્ટરો પણ શહીદ થઇ ગયા. જો કે ઇન્ડીયન મેડિકલ એસો. 300 કરતાં વધારે ડોક્ટરો કોરોના ચેપથી શહીદ થયાનો દાવો કરે છે. આંકડામાં ભલે વિવાદ હોય પણ સરકારે ડોક્ટરો, નર્સો, પોલીસ કર્મીઓ,વોર્ડ બોયઝ, સફાઇ કર્મીઓને કોરોના ચેપથી બચાવવા 16 જાન્યુઆરીથી રસીકરણ ઝૂંબેશ હાથ ધરીને માર્ચ સુધીમાં 3 કરોડને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે પણ હજુ તો આંકડો એક કરોડ પર પણ પહોંચ્યો નથી.

આદરણીય, સન્માનનીય પ્રિય કોરોના વોરિયર્સ…ડિયર હેલ્થ વર્કર્સ..કોરોનાથી બચાવવા માટેની કોલ્ડ બોક્સમાં મૂકાયેલી ચીલ્ડ બિયરની જેમ ચીલ્ડ રસી પુકાર પુકાર કે કહ રહી હૈ- યે દિલ તુમ બિન કહીં લગતા નહીં..હમ ક્યા કરે….લે લે રસી….મૈં તુઝમે સમા જાઉ…! લેકિન યે વોરીયર હૈ કે માનતે હી નહીં…! ભલે અત્યારે નહીં માને અને રસીથી દૂર રહેતા હોય પણ આ ચાઇના બિમારીના નવા સ્વરૂપે બ્રિટન વગેરે.માં ખૌફનાક મંજર… બતાવ્યું છે તે યાદ રાખે….

કેનેડામાં એપ્રિલથી વિમાન ઉડ્ઢ્યન પર નવા નિયંત્રણો આવી રહ્યાં છે, અમેરિકામાં જો બાઇડનના રાજમાં પણ કોરોના શાંત થયો નથી. ભારતમાં પણ નવેસરથી ઉથલો મારી શકે છે. કેમ કે આ ચાઇના બિમારી છે. અટકે તો રાત તક ન અટકે તો ન જાને કબ તક..!!.અને નવેસરથી ઉથલો મારશે ને તો રસી માટે લાં…બી લાઇનો લાગશે. એના કરતાં અત્યારે રસી લઇને સુરક્ષિત થઇએ. તમારા માટે સરકારે કરોડો ખર્ચીને રસી ખરીદી છે. તમે રસી લઇ લો પછી 50 વર્ષની ઉપરના નાગરિકોને રસી આપવાનું કામ શરૂ થશે. ભારતમાં કુલ 30 કરોડને રસી આપવાની છે. એટલે જેમ બને તેમ વહેલામાં વહેલી તકે રસી લઇએ અને અફવાઓથી દૂર રહીએ. અફવાઓ પણ કેવી..? આ રસી લેવાથી મર્દાનગી ઓછી થઇ જશે, આ રસી લેવાથી માણસ ગે બની જાય છે…આવી આવી અફવાઓ ધાર્મિક રૂપ આપીને ફેલાવવામાં આવી રહી છે. જે બરાબર નથી. રસી બનાવનાર કંપનીના માલિક આદર પૂનાવાલાએ પોતે પણ રસી મૂકાવી છે- ઉસે તો કુછ નહીં હુવા…તેઓ સલામત છે અને તેમને કોઇ આડ અસર પણ થઇ નથી,.

લાગે છે કે રસીને અર્થશાસ્ત્રનો નિયમ તૃષ્ટીકણ લાગી પડી રહ્યો છે. પાણીની બરૂબરીની તરસ લાગે ત્યારે જે પહેલો ગલાસ મળે તેને ફટાફટ ગટગટાવી લે. બીજો ગ્લાસ પહેલાથી ઓછી ઝડપે, ત્રીજો ગ્લાસ બીજાથી ઓછી ઝડપે અને પછી- બસ… રહેવા દો…એવુ રસીમાં થઇ રહ્યું છે…? રસી નહોતી તો ચારેકોર એક જ માંગ-રસી લાવો…રસી લાવો…અને રસી આવ્યાં બાદ…?

ભારત ઇચ્છે કે કોરોના ઉથલો ના મારે અને જેવો જ્યાંથી આવ્યો ત્યાં ચીનની દિવાલ કૂદીને વુહાનની લેબમાં, જેમ કૂતરો પૂછડી પટપટાવીને બેસી જાય તેમ લેબની કસનળીમાં બેસી જાય. પણ એટલુ તો કહેવુ પડશે અને ડરવુ પડશે કે- એક કચોરી દો સમોસા…ચીન તેરા ક્યા ભરોસા….!!

-દિનેશ રાજપૂત

 83 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર