દહેગામ : ફુલપુરા કંપા ગામે એકસાથે 12 ગાયોના મોત, પશુપાલકોમાં ભયનો માહોલ

ફૂડ પોઈઝનીંગ થતાં ગાયોના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ

દૂઝની ગાયોના મોતથી ખેડૂત પરિવારનો તબેલો વિખરાઈ

દહેગામ તાલુકાના ફુલપુરા કંપા ગામે એકસાથે 12 ગાયોના મોત થતા ગામમાં વસતા પશુપાલકોમાં ફાફરાટ મ ફેલાઇ ગયો છે. ફુલપુરા કંપા ગામે એક ખેડૂતની 12 જેટલી ગાયોના મોત નિપજતા ખેડૂત પરિવાર પર આફત આવી પડી છે.

ખેતીના વ્યવસાય સાથે પશુપાલનનો ધંધો કરતા ખેડૂત પરિવારની અંદાજે છ લાખ રુપિયાની કિંમતની દૂઝની ગાયોના મોતથી ખેડૂત પરિવારનો તબેલો વિખરાઈ ગયો છે.

ગાયોના મોટ પાછળ પ્રાથમિકત તારણ ફૂડ પોઈઝનીંગ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ખેડૂતે રખીયાલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે. તો બીજી તરફ વેટરનરી તબીબ દ્વારા આ ગાયોનો પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ફુલપુરા કંપા ગામના પટલે નરેશભાઈ અમૃતભાઈની 12 જેટલી ગાયોના ટપોટપ એક પછી એક મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

ફૂડ પોઈઝનીંગના કારણે એકસાથે ગાયોના મોત નિપજતા પરિવાર ઉપર આભ ફાટ્યુ છે. ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂત પરિવારની અંદાજે 6 લાખની ગાયોના મોત નિપજતા ખેડૂત પરિવારનો તબેલો વખેરાઈ ગયો છે.

કહેવામાં આવે છે કે, દાણ પાપડી આરોગ્યા બાદ ગાયોની હાલત ખરાબ થઈ હતી. ત્યાર બાદ એક પછી એક 12 ગાયોએ દમ તોડ્યો હતો. આ બનાવ બાદ ગામમાં વસતા અન્ય પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

હાલમાં વેટરનરી તબીબ દ્વારા આ ગાયોનો પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ આ મામલે ખેડૂતે રખિયાલ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ આપી છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી