September 23, 2020
September 23, 2020

‘કઈંક કરો નહીં તો હું મરી જઈશ..’ આખરે આ શબ્દો સાચા ઠર્યા, ક્યારે જાગશે તંત્ર….?

હોસ્પિટલની લાલિયાવાડીના કારણે રત્નકલાકારનું મોત, ચાર દિવસ પહેલા સામે આવ્યો હતો વીડિયો

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ કરનાર કોરોનાગ્રસ્ત દર્દી રત્નકલાકારનું મોત થયું છે. રત્ન કલાકારના ‘કંઇક કરો…નહીં તો હું મરી જઇશ..’ના શબ્દો સાચા ઠર્યા છે. હોસ્પિટલમાં દાખલ થયાના ચાર દિવસ બાદ મોત થયું છે.

સુરતમાં કોરોના સારવાર સ્મીમેર હોસ્પિટલ ખાતે લેતા રત્નકલાકારે તેના ભાઈને ફોન કરીને હોસ્પિટલમાં ગંદકી સાથે સારવાર થતી નથી તેવી હકીકત જણાવી હતી. જોકે આ વાતની ઓડિયો કલીપ સાથે વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં દર્દી કહે છે કે, ‘અહીં મને કોઈ પૂછવા પણ કોઈ નથી આવતું. ડૉક્ટર આવે છે અને દવા આપી જતા રહે છે. મુંઝારો થાય તેવું કહીએ તો ઉંઘા સૂઈ જવાનું કહે છે. કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશ’.

જો કે સુરતના પુણાગામની મુક્તિધામ સોસાયટીમાં રહેતા હરસુખ ભીખાભાઇ વાઘમસી (ઉં.વ 38) મુળ અમરેલીનાં બોરડી ગામના વતની છે. તેઓ કોરોના સંક્રમિત થતા સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે તેમની પત્ની પુત્ર અને પુત્રીને તેઓ અગાઉ જ વતન મોકલી ચુક્યા હતા. હાલ તો ભીખાભાઇના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. 

તેમણે ચાર દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે તેમના વીડિયોમાં કહેલા શબ્દો સાચા પડ્યા અને હોસ્પિટલની લાલિયાવાડી પણ છતી થઇ છે. હોસ્પિટલ તો ક્યાં તંત્રની બેદરકારીને કારણે આજે રત્નકલાકરનો ભોગ લીધો. ત્યારે સવાલ થાય છે કે તંત્ર ક્યારે જાગશે અને ક્યાં સુધી આમ લાલિયાવાડી ચલાવશે..?

 161 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર