સુરત : બસમાંથી થુંકવા જતાં નીચે પટકાતા યુવકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

વ્યસનીઓ સાવધાન…! યુવકને મળ્યું મોત

ઓલપાડના અંભેટા ગામ નજીક જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસમાંથી યુવાન શંકાસ્પદ રીતે નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે. બુધવારની મળસ્કે બનેલી ઘટના બાદ બસનો ચાલક યુવકને 108ની મદદથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. બસ ચાલક વિપુલે જણાવ્યું હતું કે, કાળનો કોળિયો બનેલો ભુપેન્દ્ર મારો સારો મિત્ર હતો. વિમલ ગૂટખા થૂંકવા જતા બેલેન્સ ગુમાવ્યું ને ચાલુ બસમાંથી નીચે પડી ગયો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનું નામ ભુપેન્દ્ર કરશન સુરતી છે. ચાલુ બસે ગુટખા થૂંકવા જતા નીચે પડી ગયો હતો. બૂમાબૂમ થઈ જતા તાત્કાલિક બસ ઉભી રાખી બધા દોડી ગયા હતા. ગંભીર ઇજા થતાં તેને 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ભુપેન્દ્ર સુરતી ડાયવોર્સી હતો. તેને એક 12 વર્ષનો દીકરો છે. માતા અને નાના ભાઈ-ભાભી સાથે રહેતો હતો. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. 

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી