ફેક્ટરીનું દુષિત પાણી પીવાથી ઇડરના ગણેશપુરામાં અબોલ પશુઓના મોત

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ગણેશપુરા ગામની સીમમાં ઘાસ ચરવા ગયેલ અબોલ પશુ બકરાંઓના અચાનક મોત નિપજ્યા છે. આ અંગે માલધારીઓનો સમ્પર્ક કરતા તેમને આક્ષેપ કર્યો હતો કે, અષ્ટઆંગ હર્બલ ફેકટરી માંથી આવતું દૂષિત પાણી પીવાથી 40થી 50 જેટલા બકરાઓને ઝેરની અસર થઈ છે. અને તેમાંથી 10થી વધુ બકરાઓના મોત નીપજ્યા છે.

ફેકટરીમાંથી આવતું દૂષિત પાણી પીવાથી બકરાના મોત નિપજ્યા તેવા માલધારીઓ દ્વારા આક્ષેપો કરાયા. હજુ પણ ઘણા બકરાઓ દુષિત પાણી પીવાથી હજુ મરણ પથારીએ જોલા ખાઈ રહ્યા છે. બકરાઓના મોતને લઈ ગરીબ માલધારી પર આભ ફાટ્યું હોય તેવું જોવા મળે છે.

હવે વિચારવાનો વિષય એ છે કે જો ફેક્ટરી હર્બલ પ્રોડક્ટની છે અને તેમાંથી નીકળતા પાણી પીવાને કારણે બકરાના મોત થયા છે. આ હર્બલ પ્રોડક્ટ તેના ઉપોયોગ કરતો માટે કેટલી સેફ ગણાય….? જીલ્લામાં પીસીબી (પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) આવેલી છે. પરંતુ તેના આધિકારીઓએ ગંભીરતા દાખવવા જેવી છે. નહિ તો આજે બકરાના મરણ થયા છે શક્ય છે આવતી કાલે……? તો જવાબદાર કોણ…?

 11 ,  1