વિરમગામમાં પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત, પરિવારમાં માતમ

લોખંડની પાઇપ વીજવાયરને અડી જતાં કરંટથી 2 ભાઇનાં મોત

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ એક કરૂણાંતિકા ઘટી છે. અહીંયા પતંગ લૂંટવા જતા બે સગાભાઈઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે,. વિરમગામના નૂરી સોસાયટીમાં પતંગ ચગાવી રહેલા બે સગા ભાઈઓને ધાબાની નજીકથી પસાર થતા વીજતારનો કરન્ટ લાગતાઓ તેઓ બંને કાળનો કોળિયો બની ગયા છે. 

શહેરમાં ઉતરાયણ પર્વને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉત્તરાયણ મહાપર્વની પૂર્વ સંધ્યાએ શહેરમાં આવેલ નૂરી સોસાયટી વિસ્તારમાં બે સગા ભાઈઓ મીરઝા તુફેલ જાવેદભાઈ (ઉં.વ. 17),મિરઝા મુઝમ્મીલ જાવેદભાઈ (ઉં.વ.15) પોતાના ધાબા પર લોખંડની પાઇપ વડે પતંગ લૂંટવા જતા ધાબા પાસેથી પસાર થતા વીજ વાયરને લોખંડની પાઇપ અડી જતા એક ભાઈને કરંટ લાગતા બીજો ભાઇ છોડાવવા જતાં બંને ભાઈઓને વીજ કરંટ લગતા બન્નેને તાત્કાલિક વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા હાજર ડોક્ટર દ્વારા બંન્ને ભાઈઓને મૃત જાહેર કરાયા હતા વિરમગામ શહેરમાં આ કરૂણ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

 110 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર