દેવામાં ડૂબેલી વોડાફોન આઈડિયાએ 5G સ્પીડમાં બનાવ્યો રેકોર્ડ

ઇન્ટરનેટ સ્પીડના મામલે મુકેશ અંબાણીની કંપનીને પાછળ છોડી

દેવામાં ડૂબેલા ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયાએ રવિવારે દાવો કર્યો હતો કે તેણે પુણેમાં તેના 5જી ટ્રાયલ દરમિયાન 3.7 ગીગાબાઇટ પ્રતિ સેકન્ડની સૌથી વધુ સ્પીડ મેળવી છે, જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સૌથી ઝડપી હાંસલ કરવામાં આવી છે. કંપનીએ ગાંધીનગર અને પુણેના મિડ-બેન્ડ સ્પેક્ટ્રમમાં 1.5 Gbps ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરવાનો દાવો પણ કર્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ 5G નેટવર્ક ટ્રાયલ માટે વોડાફોન આઈડિયાને પરંપરાગત 3.5 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ બેન્ડ તેમજ 26 ગીગાહર્ટ્ઝ જેવા ઉચ્ચ ફ્રીક્વન્સી બેન્ડ ફાળવ્યા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વીઆઇએ પુણે શહેરમાં ક્લાઉડ કોર, નેક્સ્ટ-જનરેશન ટ્રાન્સપોર્ટ અને રેડિયો એક્સેસ નેટવર્કના એન્ડ-ટુ-એન્ડ કેપ્ટિવ નેટવર્કની લેબ સેટ-અપમાં તેના 5જી ટ્રાયલ્સને તૈનાત કર્યા છે.

કંપનીને છ મહિનાના ટ્રાયલ માટે મંજૂરી

“આ પરીક્ષણમાં વોડાફોન આઈડિયાએ એમએમવેવ (મિલીમીટર વેવ) સ્પેક્ટ્રમ બેન્ડ પર ખૂબ ઓછી વિલંબ સાથે 3.7 જીબીપીએસની ટોચની ઝડપ હાંસલ કરી હતી.” વોડાફોન અને બાદમાં MTNL ની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. તેમને ટેલિકોમ સાધનો ઉત્પાદકો-એરિક્સન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે છ મહિનાની અજમાયશ માટે મંજૂરી આપવામાં આવી છે.

ટેલિકોમ રાહત પેકેજ સંજીવની સમાન

આ અઠવાડિયે સરકારે ટેલિકોમ રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ રાહત બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વોડાફોન આઈડિયાને ફરીથી પોતાના પગ પર ઉભા રહેવા માટે જરૂરી મદદ મળશે. 31 માર્ચ 2021 સુધી વોડાફોન આઈડિયા પર કુલ જવાબદારી 1.9 લાખ કરોડ હતી. કંપની પર કુલ આઠ બેંકોનું 48000 કરોડનું દેવું છે. કંપનીએ વિવિધ બેન્કો પાસેથી 23 હજાર કરોડની સીધી લોન લીધી છે. બાકીના 25 હજાર કરોડ બેંકો દ્વારા ગેરંટી આપવામાં આવ્યા છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી